વિદેશની જવાની લ્હાયઃ જીવતા રહેવા માટે પીધુ ટોયલેટનું પાણી, ખૂબ જ દુઃખદ છે કહાણી

હરિયાણાના કેથલમાં રહેતા શિવ કુમારે પોતાની જમીન ગિરવે મૂકી હતી અને પછી દીકરાને પોર્ટુગલ મોકલ્યો હતો. છેલ્લા સાત મહિનાથી દીકરીને પાછો મેળવવા ભટકી રહ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • વિદેશ જવા માટે કેટલાંક લોકો ગમે તે કરતા હોય છે
  • એક શખસે દાવો કર્યો કે, જીવતા રહેવા ટોયલેટનું પાણી પીધુ
  • દીકરાને વિદેશ મોકલ્યો પણ હાલ તે લાપતા છે

નવી દિલ્હીઃ પંજાબ અને હરિયાણામાંથી ગેરકાયદે માઈગ્રેશનના કારણે ડંકી ફ્લાઈટ્સનો ખતરો વધ્યો છે. આ બંને રાજ્યોમાંથી મોટાભાગના લોકો વિદેશ જવાની લ્હાય રાખે છે. ડંકી ફ્લાઈટ ગેરકાયદે રીતે કોઈ દેશમાં ઘૂસવા માટે ખૂબ જ ફેમસ શબ્દ છે. પંજાબમાં ડંકીનો મતલબ થાય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. 

ગેરકાયદે ઘૂસણખોરી 
સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયે ડ્રગ્સ અને ગુના પર 2009માં એક રિપોર્ટ રજૂ કર્યો હતો. 2012 બાદ પંજાબ પોલીસે 10 લાખથી વધુ પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ જારી કર્યા હતા. એટલે કે લોકો વિદેશ જવા માગતા હોય. હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારમાં રહેતા રાહુલે કેટલાં મહિના પહેલાં માઈગ્રેશન વિશે પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યું કે, મારા એજન્ટે મને 12  લાખ રુપિયામાં ઈટાલી મોકલવાનો વાયદો કર્યો હતો. એપ્રિલમાં પહેલાં દુબઈ અને પછી ત્યાંથી મિસ્ર મોકલ્યો હતો. જ્યાંથી સીધી ફ્લાઈટ મળશે એવી વાત કરવામાં આવી હતી. લીબીયા પહોંચ્યા બાદ મોટા પડકારનો સામનો કરવો પડ્યો. રાહુલે કહ્યું કે, અહીં પહોંચ્યા બાદ તેને જેલ થઈ હતી. જ્યાં તેને હાર્ટ અટેક આવ્યો હતો. આખરે જેલના લોકોએ પણ મદદ માગી અને હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો. એ પછી વ્હાઈટ પાસપોર્ટ દ્વારા ભારતમાં મોકલવામાં આવ્યો હતો. જો કે, દરેક લોકો મારી જેમ નસીબદાર ન હોઈ શકે કે ભારત આવવાની તક મળી. 

વિદેશ મોકલ્યો, પણ લાપતા 
તો હરિયાણાના કુરુક્ષેત્રમાં રહેતા શિવકુમારે જણાવ્યું કે, જમીન ગીરવે મૂકીને દીકરાને પોર્ટુગલ મોકલ્યો હતો. છેલ્લા સાત મહિનાથી દીકરાને પરત મેળવવા માટે તેઓ વલખા મારી રહ્યા છે. પોલીસ ફરિયાદ થઈ, પણ હજુ સુધી દીકરાનો કોઈ પતો જડ્યો નથી. થોડા સમય બાદ ખબર પડી કે લીબીયાથી ઈટલી જઈ રહેલી હોડી ડૂબી ગઈ હતી.  

ટોલલેટનું પાણી પીધુ 
જો કે, એક વીડિયો હાલ વાયરલ થયો છે અને તેમાં જાણવા મળ્યું કે કેથલ જિલ્લાના અનેક લોકો માટે આવી યાત્રા ઘાતક સાબિત થઈ. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જીવતા રહેવા માટે તેઓને ટોયલેટનું પાણી પીવાનો વારો આવ્યો. મહત્વનું છે કે, અનેક ભારતીય લોકો યાત્રાના રજીસ્ટ્રેશનો માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે અને ટિપ્સ, રસ્તો, સલાહ તથા જોખમ વિશે જાણી રહ્યા છે.