હોટેલ માલિક સાથે live inમાં હતી દિવ્યા પાહૂજા! 100 કલાક બાદ પણ નથી મળ્યો મોડલનો મૃતદેહ

મોડલ દિવ્યા પાહૂજા હોટલ માલિક સાથે લિવ ઈનમાં રહેતી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. ગુરુગ્રામના ડીસીપીએ જણાવ્યું કે, મોડલની ડેડબોડીને જે કારમાં લઈ જવામાં તે પંજાબમાંથી મળી છે.

Share:

હાઈલાઇટ્સ

  • દિવ્યા પાહૂજાના મર્ડર કેસમાં પોલીસનો ચોંકાવનારો ખુલાસો
  • હોટલ માલિક અભિજીતની સાથે રહેતી હતી લિવ ઈનમાં
  • હોટલમાં ગોળી મારીને કરવામાં આવી હતી મોડલની હત્યા

Divya Pahuja Murder case: મોડલ દિવ્યા પાહૂજા ગઈ 25 જુલાઈ 20323ના રોજ જેલમાંથી જામીન પર મુક્ત થઈ હતી. તે જેલમાં બંધ ગેંગસ્ટર બિંદર ગુર્જરના કહેવાથી હોટલ માલિક અભિજીતને મળી હતી. એ પછી તેઓ લિવ ઈનમાં રહેવા લાગ્યા હતા. ગુરુગ્રામ ક્રાઈમ શાખાના ડીસીપી વિજય પ્રતાપ સિંહે જણાવ્યું કે, હત્યાના આરોપી અભિજીતે પૂછપરછમાં કેટલાંક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેલમાં બંધ ગેંગસ્ટર બિંજર ગુર્જર સાથે પણ તેણે જ વાત કરાવી હતી. 

અશ્લીલ વીડિયો બનાવ્યો 
દિવ્યા પાહૂજા અને અભિજીત છેલ્લાં ત્રણેક મહિનાથી સંપર્કમાં હતા અને લિવ ઈન તરીકે રહેતા હતા. આ દરમિયાન જ દિવ્યાએ તેનો અશ્લીલ વીડિયો ઉતાર્યો હતો. એને લઈને જ તે અભિજીતને બ્લેકમેલ કરતી હતી. આ વાતને લઈ અભિજીતે તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ તેણે લાશ બીએમડબ્લ્યૂ કારમાં મૂકી અને લઈ જઈ રહ્યો હતો. આ કારને પંજાબના પટિયાલા બસ સ્ટેશન પાસેથી કબજે કરવામાં આવી છે. 

ગેંગસ્ટરની ગર્લફ્રેન્ડ 
મહત્વનું છે કે, 27 વર્ષીય દિવ્યા પાહૂજાની હત્યા ગયા મંગળવારના રોજ ગુરુગ્રામની એક હોટલમાં કરવામાં આવી હતી. દિવ્યા પહેલાં ગેંગસ્ટર સંદીપ ગાડોલીની ગર્લફ્રેન્ડ હતી. પોલીસે દિવ્યાની હત્યાના આરોપમાં હોટલ માલિક અભિજીતની ધરપકડ કરી છે. આ સિવાય હોટલમાં કામ કરતા ઓમ પ્રકાશ અને હેમરાજને પણ ઝડપી પાડ્યા છે. આ બંનેએ દિવ્યાની લાશ સગેવગે કરવામાં મદદ કરી હતી.