દમદાર મહોમ્મદ શમીને મળ્યો અર્જુન એવોર્ડઃ કહ્યું, આ મારા માટે સ્વપ્ન સમાન છે!

તાજેતરમાં જ મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી હતી. આ ટૂર્નામેન્ટમાં મોહમ્મદ શમીએ સૌથી વધુ વિકેટ લીધી હતી. આ ભારતીય ફાસ્ટ બોલરે 7 મેચમાં 24 વિપક્ષી બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • મોહમ્મદ શમીએ અર્જુન એવોર્ડ વિશે કહ્યું હતું કે આ એવોર્ડ મારા માટે એક સ્વપ્ન સમાન છે
  • વર્ષ 2023માં કુલ 26 એથ્લીટોને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીને દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. વનડે વર્લ્ડ કપમાં શમીએ ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શમીએ સાત મેચમાં 24 વિકેટ લીધી હતી. જે પછી તેને અર્જુંન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી હતી. આ ટૂર્નામેન્ટમાં મોહમ્મદ શમીએ સૌથી વધુ વિકેટ લીધી હતી. આ ભારતીય ફાસ્ટ બોલરે 7 મેચમાં 24 વિપક્ષી બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. મોહમ્મદ શમીના શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી હતી. જોકે ભારતીય ટીમને ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

મોહમ્મદ શમીએ અર્જુન એવોર્ડ વિશે કહ્યું હતું કે આ એવોર્ડ મારા માટે એક સ્વપ્ન સમાન છે, ઘણા રમતવીરો પોતાની રમતમાં શ્રેષ્ઠ યોગદાન આપવા છતાં આ એવોર્ડ જીતી શકતા નથી. હું ખુશ છું કે મને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

વર્ષ 2023માં કુલ 26 એથ્લીટોને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ યાદીમાં એશિય ગેમ્સ-2023ના એથ્લીટોનો દબદબો રહ્યો હતો. ચીનમાં થયેલા એશિયન ગેમ્સમાં ભારતે 107 મેડલો જીતીને શાનદાર દેખાવ કર્યો હતો.

અર્જુન એવોર્ડ મેળવનારા 46 પુરુષ ક્રિકેટરો 

Male: 
2023 -     મહોમ્મ્દ શામી
2021 -     શિખર ધવન
2020 -     ઈશાંત શર્મા
2019 -     રવિન્દ્ર જાડેજા
2017 -     ચેત્શ્વર પુજારા
2016 -     અજીંક્યા રહાણે
2015 -     રોહિત શર્મા
2014 -     આર અશ્વિન
2013 -     વિરાટ કોહલી
2012 -     યુવરાજ સિંહ
2011 -     ઝાહિર ખાન
2009 -     ગૈાતમ ગંભીર
2003 -     હરભજન સિંહ
2002 -     વિરેન્દ્ર સહેવાગ
2001 -     વી વી એસ લક્ષમણ
2000 -     વેંકટેશ પ્રસાદ
1998 -     નયમ મોંગીયા
1998 -     રાહુલ દ્રવિડ
1997 -     અજય જાડેજા
1997 -     સૈારવ ગાંગુલી
1996 -     જવગલ શ્રીનાથ
1995 -     અનિલ કુંબલે
1994 -     સચિન તેંડુલકર
1993 -     મનોજ પ્રભાકર
1993 -     કિરણ મોરે
1989 -     મદન લાલ
1986 -     મહોમ્મદ અઝરુદ્દિન
1984 -     રવિ શાસ્ત્રી
1982 -     મોહિંદર અમરનાથ
1981 -     દિલીપ વેંગસરકર
1980 -     સઈદ કિરમાણી
1980 -     ચેતન શર્મા
1979 -     કપિલ દેવ
1977 -     જી વિશ્વનાથ
1975 -     સુનિલ ગાવાસ્કર
1972 -     એકનાથ સોલકર
1972 -     બી એસ ચંદ્રશેખર
1971 -     એસ વેંકટરાધવન
1970 -     દિલીપ સરદેસાઈ
1969 -     બિશન બેદી
1968 -     ઈએએસ પ્રસન્ના
1967 -     અજિત વાડેકર
1966 -     ચંદુ બોરડે
1965 -     વિજય માંજરેકર
1964 -     એમએકે પટૈાડી
1961 -     સલિમ દુરાની
 

Tags :