Journalism એ સભ્યતાનો અરિસો છે, ઈન્વેસ્ટિગેશન એક્સ-રે છે..કોર્ટે કેમ આવું કહ્યું?

પત્રકારો એ સમાજનો અરિસો છે અને તેમનું ઈન્વેસ્ટિગેશન એક્સ રે છે. કોર્ટની ટિપ્પણી એવા સમયે સામે આવી કે કેટલાંક પત્રકારો અને તેમના એડિટર્સ સામે ગુનો નોંધાયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • પત્રકારો એ સમાજનો દર્પણ છે, અને તપાસ એ એક્સ રે છે
  • કોર્ટે પત્રકારનો પક્ષ લેતા કહ્યું, કે તેમને સુરક્ષા આપવી જોઈએ
  • હાઈકોર્ટની આ મહત્વની ટિપ્પણીથી પ્રમાણિક પત્રકારોને લાભ થશે

ચંદીગઢઃ પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટે ગુરુવારે પારદર્શિતા, જવાબદેહી અને જાગરુક જનતાને પ્રાધાન્ય આપનારી સ્વંત્રત પ્રેસની મહત્વપૂર્ણ ભૂમિકા પર મોટી વાત કરી હતી. જસ્ટિસ અનુપ ચિતકારાએ આ વાત પર દબાણ કરતા વાસ્તવિક ધટનાઓની પ્રમાણિકતા અને સાચુ રિપોર્ટિંગ કરનારા પત્રકારોને સત્ય અને સટીકતા માટે કોર્ટની સુરક્ષાની જરુરિયાત હોવાની વાત કરી હતી. જસ્ટિસ ચિતકારાાાએ આઈપીએસ અધિકારી પરમવીર રાઠી દ્વારા 34 વ્યક્તિઓ વિરુદ્ધ માનહાનિ અને અન્ય કેસ નોંધ્યા હતા. તેમને સમન્સ જારી કર્યા હતા. અલગ અલગ સમાચાર પત્ર જૂથોના પત્રકારો અને તેમના એડિટર્ની પાંચ અરજીઓ પર અલગથી મંજૂરી આપતા પહેલાં દરેક મામલે સ્વતંત્ર રુપથી તથ્યો અને પરિસ્થિતિઓનો ઉલ્લેખ કર્યો હતો. 

આ કેસ હતો 
દૈનિક ટ્રિબ્યૂનના સ્વંત્રત સક્સેના અને અન્ય પત્રકારોના વકીલ મનુ ભંડારી તથા અન્ય વકીલોના માધ્યમથી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતા જસ્ટીસ ચિતકારાએ એ વાત પર ન માત્ર જોર આપ્યું પણ ન તો અખબાર, ન તેમના રિપોર્ટર અને અરજીકર્તાના વ્યક્તિગત કે પક્ષપાતપૂર્ણ ટિપ્પણી કરી. આ સમાચાર તત્કાલિન સાંસદ કુલદીપ સિંહ બિશ્નોઈ અને એક વ્યક્તિના નિવેદનના આધારે પ્રકાશિત કરી હતી. 

કોર્ટની મહત્વની ટિપ્પણી
જસ્ટિસ ચિતકારાએ તારણ કાઢ્યું કે, દૈનિક ટ્રિબ્યૂન અને તેમના એેડિટર આઈપીસીની કલમ 499માં ઉલ્લેખિત એ અપલવાદોનો લાભ લેવા માટે હકદાર હતા. જેમાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું કે, સટીક રિપોર્ટિંગ સ્વંય જવાબદારીની પ્રમાણિકતાનું પ્રમાણ છે અને માનહાનિ હેઠળ આવતી નથી. જસ્ટીસ ચિતકારાએ પત્રકારોની સુરક્ષામાં કોર્ટની ભૂમિકા અંગે વાત કરી કે, તમામ કોર્ટોએ આવા સાહસી પત્રકારોના હિત માટે સુરક્ષા આપવી જોઈએ. 

સમાજનો દર્પણ છે 
કોર્ટે એવું પણ કહ્યું કે, પત્રકારાત્વ એ સમાજનો દર્પણ છે અને ઈન્વેસ્ટિગેશન એ એક્સરે છે. સત્યને સામે લાવવામાં અને મીડિયાના માધ્યમથી જનતાને આવી વાતોથી વાકેફ કરવામાં તેઓ પોતાના કર્તવ્યોનું નીડરતાથી પાલન કરે છે. વાસ્તવિક ઘટનાઓ અને પ્રમાણિકતાથી સાચુ રિપોર્ટિંગ સુનિશ્ચિત કરવા માટે આવા પત્રકારોને કોર્ટે ખાસ રીતે સુરક્ષા આપવી જરુરી છે.