કોરોનાએ ફરીથી ભારતમાં માથુ ઉચક્યુંઃ WHO વર્તમાન ગાઈડલાઈનને લઈને કરી સ્પષ્ટતા!

WHO એ કહ્યું કે, ઉપ્લબ્ધ સાક્ષ્યો અનુસાર JN.1 દ્વારા ઉત્પન્ન અતિરિક્ત સાર્વજનિક સ્વાસ્થ્ય જોખમને વર્તમાનમાં વૈશ્વિક સ્તર પર ઓછું માનવામાં આવે છે. 

Share:


એક વર્ષથી વધારે સમયની શાંતી બાદ હવે કોરોના વાયરસે ફરીથી માથુ ઉચક્યું છે. ત્યારે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે,  BA.2.86 ઓમિક્રોનના જ બીજા એક વેરીઅન્ટને ઓળખવામાં આવ્યો છે. ત્યારે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે SARS-Co-V-2 નો આ પ્રકાર તેજીથી ફેલાઈ રહ્યો છે. આનાથી ભારત સહિત વિશ્વ સ્તર પર કેસોમાં વૃદ્ધી થઈ રહી છે. જો કે, WHO એ કહ્યું કે, ઉપ્લબ્ધ સાક્ષ્યો અનુસાર JN.1 દ્વારા ઉત્પન્ન અતિરિક્ત સાર્વજનિક સ્વાસ્થ્ય જોખમને વર્તમાનમાં વૈશ્વિક સ્તર પર ઓછું માનવામાં આવે છે. 

ભારતના કેટલાય ભાગોમાં કોરોનાના નવા વેરીઅન્ટના કેસમાં વૃદ્ધી જોવા મળી છે. અત્યારે ભારતમાં કોરોનાના નવા વેરીઅન્ટના સક્રિય કેસ 4000 થી વધારે છે. આ સિવાય મૃત્યુદરમાં પણ વધારો થયો છે. તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્ય સરકારને સતર્ક રહેવા માટે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવાનું કહ્યું છે. સરકારી અધિકારીઓ અને ડોક્ટરોએ કહ્યું કે, લોકોએ ખૂબજ સતર્ક રહેવું જોઈએ અને સાવધાની રાખવી જોઈએ. જો કે, હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોરોનાના આ વેરીઅન્ટથી સક્રિય રહેવું પણ ગભરાવાની કોઈ જરૂર નથી.