શું વર્ષ 2023 અત્યારસુધીનું સૌથી ગરમ વર્ષ? રિપોર્ટમાં સામે આવી ચોંકાવનારી વિગતો!

આ વર્ષનું પાનખર ઉત્તર ગોળાર્ધમાં પણ સૌથી ગરમ હતું. યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસે 6 ડિસેમ્બરે આ માહિતી આપી હતી. 

Share:

હાઈલાઇટ્સ

  • નવેમ્બરમાં સરેરાશ તાપમાન 14.22 સેલ્સિયસ રહ્યું. આ ગત 30 વર્ષના સરેરાશથી 0.85 ટકા વધારે ગરમ છે
  • દુનિયામાં તાપમાન નોંધવાની આધુનિક વ્યવસ્થા 143 વર્ષ પહેલા વર્ષ 1880 માં શરૂ થઈ હતી

અત્યારસુધીના ઉપલબ્ધ તાપમાનના આંકડા અનુસાર વર્ષ 2023 પૃથ્વી પરનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે. આ વર્ષે આપણી પૃથ્વીએ સતત છ મહિના સુધી ગરમીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષનું પાનખર ઉત્તર ગોળાર્ધમાં પણ સૌથી ગરમ હતું. યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસે 6 ડિસેમ્બરે આ માહિતી આપી હતી. 

આ પહેલા નવેમ્બરમાં અમેરિકાની જળવાયુ એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફૈરિક એડમિનિસ્ટ્રેશને કહ્યું હતું કે, એ વાતની 99 ટકા શક્યતાઓ છે કે, 2023 1850 થી અત્યારસુધીનું સૌથી ગરમ વર્ષ રહેવાનું છે. આ પહેલા 2016 અત્યારસુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. પરંતુ પછી તાપમાને નવા જ રેકોર્ડ બનાવ્યા અને વર્ષ 2023 ને ગરમીના મામલે ટોપ પર પહોંચાડી દિધું છે. નવેમ્બર મહિનો પણ સૌથી વધારે ગરમ મહિનો રહ્યો હતો. 

દુનિયામાં તાપમાન નોંધવાની આધુનિક વ્યવસ્થા 143 વર્ષ પહેલા વર્ષ 1880 માં શરૂ થઈ હતી. એવું નથી કે આ પહેલાનો કોઈ ડેટા અવેલેબલ નથી. પરંતુ આ ઉપ્લબ્ધ ડેટા આખી દુનિયાના તાપમાનને સટીક રીતે સમજવા અને આંકવા માટે પર્યાપ્ત નથી. 

વૈજ્ઞાનિકો પાસે ઓછા પડી રહ્યા છે વિશેષણો 

કોપરનિકસના ડેપ્યુટી ડિરેક્ટર સમન્થા બર્ગેસ કહે છે, "છેલ્લું અર્ધ વર્ષ ખૂબ જ આશ્ચર્યજનક રહ્યું છે." બર્ગેસ કહે છે, “2023 માં સતત છ મહિના વિક્રમજનક ગરમી અને બે વિક્રમજનક આબોહવા જોવાની અપેક્ષા છે.” નવેમ્બરમાં, અસાધારણ વૈશ્વિક તાપમાન, જેમાં બે દિવસનો સમાવેશ થાય છે જે પૂર્વ-ઔદ્યોગિક સમય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમ હતા, મતલબ કે "2023 રેકોર્ડ કરેલા ઈતિહાસમાં સૌથી ગરમ વર્ષ તરીકે સેટ છે."

કેટલું ગરમ રહ્યું વર્ષ 2023? 
રિપોર્ટ અનુસાર, નવેમ્બરમાં સરેરાશ તાપમાન 14.22 સેલ્સિયસ રહ્યું. આ ગત 30 વર્ષના સરેરાશથી 0.85 ટકા વધારે ગરમ છે. જો આપણે આખું વર્ષ લઈએ, તો ઔદ્યોગિક યુગની શરૂઆત પહેલાં 2023 સરેરાશ 1.46 સેલ્સિયસ વધુ ગરમ હતું. તાપમાનનું આ સ્તર 2015ના પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાં નિર્ધારિત દોઢ ડિગ્રી સેલ્સિયસના આંતરરાષ્ટ્રીય લક્ષ્યની ખૂબ નજીક છે. પરંતુ આ સ્થિતિમાં પણ દુબઈમાં ચાલી રહેલી COP 28 કોન્ફરન્સથી કોઈ મોટા ફેરફારના કોઈ સંકેત દેખાતા નથી.
 

Tags :