શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ગુનાખોરીનો કચરો સાફઃ એક ખૂંખાર ગેંગસ્ટર ઠાર!

ગોરખપુર પોલીસે વિનોદ કુમાર ઉપાધ્યાય પર 1 લાખ રૂપીયાનું ઈનામ રાખ્યું હતું. વિનોદ ઉપાધ્યાયે વર્ષ 2007 માં BSP ની ટિકીટ પર વિધાનસભા ચૂંટણી પણ લડી હતી પરંતુ તે હારી ગયો હતો. 

Share:

UP ના સુલ્તાનપુરમાં STF દ્વારા એક મોટા ગેંગસ્ટર અને શૂટર વિનોદ કુમાર ઉપાધ્યાયને એક એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. ગોરખપુર પોલીસે વિનોદ કુમાર ઉપાધ્યાય પર 1 લાખ રૂપીયાનું ઈનામ રાખ્યું હતું. વિનોદ ઉપાધ્યાયે વર્ષ 2007 માં BSP ની ટિકીટ પર વિધાનસભા ચૂંટણી પણ લડી હતી પરંતુ તે હારી ગયો હતો. 

આપને જણાવી દઈએ કે, વિનોદ કુમાર ઉપાધ્યાય પોતાની એક ગેંગ બનાવવીને ગોરખપુર, બસ્તી, સંત કબીર નગર, અને લખનઉમાં કેટલીય સનસનીખેજ હત્યાની વારદાતોને અંજામ આપી ચૂક્યો હતો. ઉપાધ્યાયનું એન્કાઉન્ટર STF મુખ્યાલયના પ્યુટી એસપી દિપક કુમાર સિંહના નેતૃત્વમાં તેમની ટીમે કર્યું છે. 

ગોરખપુર, બસ્તી અને સંતકબીર નગરમાં વિનોદ ઉપાધ્યાય વિરૂદ્ધ 35 જેટલા કેસ નોંધાયા હતા પરંતુ તેને કોઈ સજા મળી નહોતી. 

આજે વહેલી સવારે જ્યારે એસટીએફની ટીમે તેને ઘેરી લીધો તો તે બચવા માટે ફાયરીંગ કરવા લાગ્યો હતો. તેણે એસટીએફની ટીમ પર કેટલાય રાઉન્ડ ફાયર કર્યા અને બાદમાં એસટીએફની જવાબી કાર્યવાહીમાં તેને ગોળી વાગી હતી. ગોળી વાગ્યા બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો જ્યાં તેનું મોત થયું હતું. 

ઉપાધ્યાયને 7 મહિનાથી STF અને ગોરખપુર ક્રાઈમબ્રાંચની ટીમ શોધી રહી હતી. વિનોદ ઉપાધ્યાય યુપીના માફીયાઓના ટોપ 10 ના લિસ્ટમાં શામિલ હતો. વિનોદ ઉપાધ્યાય અયોધ્યા જિલ્લાના પુરવાનો રહેવાસી હતો અને ગત સપ્ટેમ્બર મહિનામાં યુપી પોલીસે તેના પર એક લાખ રૂપીયાનું ઈનામ જાહેર કર્યું હતું.