ઓફીસના પુરૂષોને રીઝવવા માટે સુંદર મેકઅપ કરીને આવોઃ ચીની કંપનીનું મહિલા કર્મચારીઓને ફરમાન!

તપાસમાં જો કંપનીના CEO દોષીત જણાયા તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ચીનમાં આને લિંગભેદ અને અશ્લીલતા તરીકે જોવામાં આવી રહ્યું છે. 

Share:

હાઈલાઇટ્સ

  • કંપનીના CEO એ કહ્યું કે, મારી વાતને ખોટી રીતે સમજી લેવામાં આવી
  • આનાથી કંપનીની મહિલા કર્મચારીઓમાં ડર ફેલાયો છે. તેમણે આ વાતની જાણ પોતાના પરિવારના લોકોને કરી હતી. 

ચીનના દક્ષિણ પૂર્વ શહેર શેન્જેનની એક કંપનીએ ગજબનું ફરમાન જાહેર કર્યું છે. આ કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર લુઓએ મહિલા કર્મચારીઓને આદેશ આપ્યો છે કે, તેઓ ઓફિસમાં મેકઅપ કરીને આવે જેથી તેમના પુરૂષ સહકર્મી પ્રેરિત થઈ શકે. આ સમાચાર વાયરલ થયા બાદ ચીનના સરકારી અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે, તપાસમાં જો કંપનીના CEO દોષીત જણાયા તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ચીનમાં આને લિંગભેદ અને અશ્લીલતા તરીકે જોવામાં આવી રહ્યું છે. 


કંપનીના અધિકારીએ વીચેટ પર શેર કર્યો આદેશ 

ચીની સોશિયલ મીડિયા એપ વીચેટ પર શેર કરવામાં આવેલા આદેશમાં મહિલા કર્મચારીઓને પુરૂષ સહકર્મચારીઓની ટી-પાર્ટીમાં શામીલ થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ ટી-પાર્ટી માટે મહિલાઓને એકદમ સજીધજીને આવવા માટે કહેવાયું હતું. જ્યારે કંપનીની મહિલા કર્મચારીઓએ આ ફરમાન પર કોઈજ ધ્યાન ન આપ્યું તો CEO લુઓએ આ મામલે નારાજ થતા પર્ફોર્મન્સ બોનસમાં કપાતની ધમકી આપી હતી. આનાથી કંપનીની મહિલા કર્મચારીઓમાં ડર ફેલાયો છે. તેમણે આ વાતની જાણ પોતાના પરિવારના લોકોને કરી હતી. 

આ વાતની જાણકારી જ્યારે શેન્જેનના એક પ્રભાવશાળી વ્યક્તિ પાસે પહોંચી તો તેણે આ ઘટનાની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી દિધી. આનાથી આખા ચીનમાં કંપનીના CEO લૂઓ વિરૂદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે. જો કે, લૂઓએ આ પ્રકારનો કોઈપણ મેસેજ શેર ન કર્યો હોવાની વાત કહી છે. લુઓએ કહ્યું કે, મારા મજાકને ખોટું સમજી લેવામાં આવ્યું અને હું આના માટે ખેદ વ્યક્ત કરૂં છું. બાદમાં તેમણે સોશિયલ મીડિયા પરથી પોતાનો આદેશ પણ હટાવી લીધો પરંતુ ત્યાં સુધીમાં તો આખા ચીનમાં આ વાત ફેલાઈ ગઈ હતી. 

Tags :