સાવધાનઃ રામ મંદિરમાં VIP એન્ટ્રી કરાવવાને લઈને ગઠીયાઓ Whatsapp પર કરી રહ્યા છે મોટું scam

Whatsapp પર હવે એક નવો મેસેજ ફરતો થયો છે. આ મેસેજમાં રામ મંદિરના VIP દર્શન કરાવવાની વાત કરવામાં આવે છે. પરંતુ દરેક લોકોએ એવાત જાણી લેવાની જરૂર છે કે, આ એક સ્કેમ છે.

Share:

હાઈલાઇટ્સ

  • ગઠીયાઓ લોકોને રામ મંદિરમાં VIP પ્રવેશ અપાવવાના નામે પૈસા પડાવીને છેતરી રહ્યા છે.
  • આ ફ્રોડ પ્રાણપ્રતિષ્ઠાના દિવસે મંદિરમાં VIP પ્રવેશ અપાવવાની વાત કહીને કરવામાં આવે છે

આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. ત્યારે દેશ-વિદેશના લાખો-કરોડો ભક્તોની શ્રદ્ધા રામ મંદિર સાથે જોડાયેલી છે. પરંતુ હિંદુસ્તાનમાં કેટલાક લોકો એવા છે કે, જે ભગવાન રામના નામ પર પણ છેતરપિંડી કરતા જરાય અટકાતા નથી. નેતાઓને વોટબેંકની પડી છે અને આવા કેટલાક દુષ્ટ લોકોને શ્રદ્ધાના નામે લોકોને છેતરીને પૈસા કમાવાની પડી હોય છે. 

ત્યારે Whatsapp પર હવે એક નવો મેસેજ ફરતો થયો છે. આ મેસેજમાં રામ મંદિરના VIP દર્શન કરાવવાની વાત કરવામાં આવે છે. પરંતુ દરેક લોકોએ એવાત જાણી લેવાની જરૂર છે કે, આ એક સ્કેમ છે. ગઠીયાઓ લોકોને રામ મંદિરમાં VIP પ્રવેશ અપાવવાના નામે પૈસા પડાવીને છેતરી રહ્યા છે.

દરેક વ્યક્તિએ એ જાણી લેવાની જરૂર છે કે, આ મેસેજ ફ્રોડ છે. અને આને રામ મંદિર કે રામ મંદિર ટ્રસ્ટ સાથે કોઈ સંબંધ નથી. અને અત્યારે રામ મંદિરમાં VIP દર્શન કરવા માટે કોઈજ વ્યવસ્થા કરવામાં આવી નથી કારણ કે, હજી તો પ્રાણપ્રતિષ્ઠા પણ બાકી છે. રામ મંદિર સાથે જોડાયેલા કોઈપણ અપડેટ્સ અથવા તો કોઈપણ વિગતો માત્ર રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવશે અને એ જ માન્ય હશે. 

બાકી અત્યારે સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરીને ગઠીયાઓ લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે અને કોઈપણ વ્યક્તિએ આ લોકોની ચાલમાં ફસાવું ન જોઈએ. આ ફ્રોડ પ્રાણપ્રતિષ્ઠાના દિવસે મંદિરમાં VIP પ્રવેશ અપાવવાની વાત કહીને કરવામાં આવે છે. આ વાત તદ્દન ખોટી છે.