લક્ષ્યદ્વીપનો પ્રવાસ કરી PM મોદીએ Maldivesના અહંકારને ભાંગ્યો: ભારતીયોને આપ્યો મોટો સંદેશ!

છેલ્લા કેટલાક સમયથી માલદીવ સતત એન્ટી ઈન્ડિયા પ્રવૃત્તિઓ કરી રહ્યું હતું અને બાદમાં વડાપ્રધાન મોદીએ માલદીવને આ જવાબ આપ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • માલદીવ્સમાં ચીનથી આવનારા ટુરીસ્ટની સંખ્યામાં અચાનક ઉછાળો જોવા મળ્યો
  • છેલ્લા કેટલાક સમયથી માલદીવ સતત એન્ટી ઈન્ડિયા પ્રવૃત્તિઓ કરી રહ્યું છે

માત્ર આપણે જ નહીં પરંતુ વિશ્વ આખુ જાણે છે કે, ભારતના વડાપ્રધાન મોદીની દુરદર્શીતા અદભુત છે. તેઓ વર્તમાન સમયમાં જ ભારતના ભવિષ્યને સુંદર રીતે ઘડવાના પ્રયત્નો કરે છે. અને એટલે જ એ વાત સર્વવિદીત છે કે, કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી વિશ્વ ફલક પર ભારતની છાપ સુધરી છે. વડાપ્રધાન મોદીએ હંમેશા કોઈપણ બાબતમાં ભારત દેશને પ્રાયોરિટી આપી છે. અને આવો જ વધુ એક પ્રયાસ વડાપ્રધાન મોદી દ્વારા તાજેતરમાં જ કરવામાં આવ્યો છે. 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષની શરૂઆતમાં જ લક્ષ્યદ્વીપનો પ્રવાસ કર્યો. બાદમાં હવે લોકો લક્ષ્યદ્વીપ જવા માટે આકર્ષાયા છે. આનાથી સ્થાનિક પર્યટનને વેગ મળી શકે છે. આટલું જ નહીં ચીન તરફ વળેલા માલદીવને પણ આનાથી એક જડબાતોડ જવા મળશે. હકીકતમાં માલદીવ્સમાં સૌથી મોટો ઉદ્યોગ માછલી પાલન અને ટુરીઝમ છે. અહીંયા જતા ટુરીસ્ટમાં સૌથી વધારે સંખ્યા ભારતીયોની છે. પીએમ મોદીનું લક્ષ્યદ્વીપ જવું એ ભારતથી માલદીવ જતા ટુરિસ્ટને લક્ષ્યદ્વીપમાં ડાયવર્ટ કરી શકે છે. 

વર્ષ 2023 માં '2 લાખ 9 હજાર 198' જેટલા ભારતીય પ્રવાસીઓએ માલદીવ્સનો પ્રવાસ કર્યો. તો બીજા નંબરે રશિયાના લોકો સૌથી વધારે માલદીવ્સ ગયા. વર્ષ 2023 માં 2 લાખથી વધારે રશિયનો માલદીવ્સ પહોંચ્યા. જો કે, ચીનથી આવનારા ટુરીસ્ટની સંખ્યામાં અચાનક ઉછાળો જોવા મળ્યો. માલદીવ પહોંચનારા ટુરીસ્ટમમાં ચીનના લોકો ત્રીજા નંબર પર રહ્યા. 2022 માં રેન્કિંગની દ્રષ્ટીએ ચીનના લોકો માલદીવ જવામાં 22 માં નંબરે હતા અને એક જ વર્ષમાં ત્રીજા નંબરે પહોંચી ગયા. 

લક્ષ્યદ્વીપમાં લોકોની રૂચી સ્થાનિક પર્યટન ઉદ્યોગ માટે વરદાન સાબિત થઈ શકે છે. તો આ માલદીવ માટે એક મોટો ઝટકો બની શકે છે. કારણ કે લક્ષ્યદ્વીપ એક એવી જગ્યા છે કે જ્યાં માલદીવના મુકાબલે ઓછા પર્યટકો આવે છે. ત્યારે વડાપ્રધાન મોદીનો આ લક્ષ્યદ્વીપ પ્રવાસ વિદેશી પર્યટકોને પણ અહીંયા આવવા માટે આકર્ષીત કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી માલદીવ સતત એન્ટી ઈન્ડિયા પ્રવૃત્તિઓ કરી રહ્યું હતું અને બાદમાં વડાપ્રધાન મોદીએ માલદીવને આ જવાબ આપ્યો છે. માલદીવના નવા રાષ્ટ્રપતિ પહેલા જ ભારતીય સેનાને પોતાના દેશમાંથી કાઢવાની જાહેરાત કરી ચૂકયા છે અને હવે તેઓ ચીન યાત્રા પર જવાના છે.