પ્રેમિકાએ કહ્યું-ઘરે કોઈ નથી, આવી જા..મળવા પહોંચેલા પ્રેમીને બગાસુ ખાતા પતાસુ મળી ગયુ

બિહારમાં રહેતા યુવક યુવતી વચ્ચે એક રોંગ નંબર લાગ્યા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમીને પ્રેમિકાએ ઘરે મળવા માટે બોલાવ્યો હતો અને એ સમયે તે પકડાઈ ગયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • પ્રેમિકાને મળવા પહોંચ્યો હતો યુવત, થયો મોટો દાવ
  • ગામના લોકોએ પકડીને લગ્ન કરાવી દીધા હતા
  • બંને રોંગ નંબરથી સંપર્કમાં આવ્યા હતા

જમુઈઃ બિહારના જમુઈમાં હાલ એક ચોંકાવનારા લગ્ન થયા છે અને તેની ચારેકોર ચર્ચાઓ ચાલી રહી છે. આ યુવક અને યુવતી બંને એક રોંગ નંબર લાગ્યા બાદ સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં બંને વાતચીત કરવા લાગ્યા હતા. બંને પ્રેમમાં પડ્યા હતા. વાતચીત બાદ બંને એકબીજાને મળવા લાગ્યા હતા. છેલ્લાં ચાર વર્ષોથી તેઓ એકબીજાના પ્રેમમાં હતા. ત્યારે પ્રેમિકાને મળવા માટે પહોંચેલા પ્રેમીને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો. બાદમાં તેઓએ લગ્ન કરાવી દીધા હતા. ત્યારે આ ઘટના હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

પ્રેમિકાને મળવા પહોંચ્યો 
જો કે, આ ઘટના બરહટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામ જાવાતરીની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રેમિકાએ પ્રેમીને મળવા માટે બોલાવ્યો હતો. જેથી પ્રેમી યુવક મોકામાના જમુઈથી જાવાતરી ગામમાં પ્રેમિકાને મળવા માટે પહોંચ્યો હતો. જ્યારે તે તેની પ્રેમિકા સાથે તેના ઘરે રુમમાં એકલો હતો ત્યારે સ્થાનિક લોકો તેમને જોઈ ગયા હતા. જે બાદ તેમને પકડીને રુમની અંદર પૂરીને દરવાજો બંધ કરી દીધો હતો. 

અંદર જ લગ્ન કરી લીધા 
ઘરનો દરવાજો બહારથી બંધ હોવાથી પ્રેમીએ પણ જબરો દાવ કર્યો હતો. બંને પ્રેમી પંખીડાએ ઘરમાં જ લગ્ન કરી લીધા હતા. જે બાદ આ વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. એ પછી તો ઘરની બહાર લોકોના ટોળા ભેગા થયા હતા. એ પછી ગામના લોકોએ તમામ લોકોને એકત્ર કર્યા અને પછી દરવાજાનું તાળુ ખોલ્યું હતું. પછી એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી હતી. 

ગામવાળાઓએ લગ્ન કરાવ્યા 
બાદમાં ગામના લોકોએ બંનેની વીતચીત સાંભળી અને બંનેના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો હતો. એ પછી ગામના લોકોએ બંનેના લગ્ન કરાવ્યા હતા અને પછી તેઓને આશીર્વાદ પણ આપ્યા હતા. ત્યારે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો પણ આ ઘટના બન્યા પછી જોવા માટે આવી રહ્યા છે.