ભાજપના ધારાસભ્યનો ઘમંડ, પગથિયુ ચૂંકી જતા પોલીસકર્મીને માર્યો લાફો

ઉપમુખ્ય મંત્રી અજીત પવાર સવારે પૂણેમાં વિવિધ વિસ્તારોની મુલાકાતે હતા. તેઓ પૂણેમાં સરકાર સંચાલિત સસૂન હોસ્પિટલના વિવિધ વોર્ડનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • ભાજપના ધારાસભ્યનો ઘમંડ તો જુઓ, પોલીસકર્મીને માર્યો લાફો
  • ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
  • સુનિલ કાંબલે પગથિયુ ચૂંકી ગયા અને પોલીસકર્મી પર ગુસ્સે થયા

પૂણેઃ મહરાષ્ટ્રના પૂણેમાં ભાજપના ધારસભ્યની એક દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. ભાજપના ધારાસભ્ય સુનિલ કાંબલેએ એક પોલીસકર્મીને થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. જે જાહેર કાર્યક્રમમાં આ ઘટના બની ત્યાં મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી અજીત પવાર પણ હાજર હતા. સુનિલ કાંબલે પર આ આરોપ લાગ્યો છે. બાદમાં સુનિલ કાંબલેએ માફી માગી હતી. જો કે, ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકો પણ તેમની નિંદા કરી રહ્યા છે. 

પગથિયુ ચૂંક્યા તો માર્યો તમાચો 
ભાજપના ધારાસભ્ય સુનિલ કાંબલે પર એક પોલીસકર્મી અને એનસીપીના મેડિકલ સેલના પ્રમુખ સાથે મારપીટ કરી હોવાનો આરોપ છે. સસૂન હોસ્પિટલમાં અજીત પવાર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. મંચ પર કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન સુનિલ કાંબલે મંચ પરથી નીચે ઉતરી રહ્યા હતા. એ સમયે તેઓ પગથિયુ ચૂંકી ગયા હતા અને પડતા પડતા બચી ગયા હતા. જેનો ગુસ્સો તેઓએ એક પોલીસકર્મી પર કાઢ્યો હતો. જો કે, આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. એ પછી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

ઉપમુખ્ય મંત્રીની હાજરીમાં બન્યો કિસ્સો
આ કાર્યક્રમમાં અજીત પવાર પહોંચ્યા ત્યારે તેમના સમર્થકો પણ ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને એ જ સમયે આ ઘટના બની હતી. સરકારી હોસ્પિટલમાં વિવિધ વોર્ડના ઉદ્ઘાટન માટે તેઓ પહોંચ્યા હતા. તેમની સાથે સુશીલ કુમાર મોદી, નિત્યાનંદ રાય, વિધાનસભામાં વિપક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે-પાટિલ, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલ પણ હાજર હતા. 

સુનિલ કાંબલેની સ્પષ્ટતા 
જ્યારે સુનિલ કાંબલને ઓફ ધ રેકોર્ડ પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું, તેણે મારી સાથે બે ત્રણ વાર ધક્કમુકી કરી હતી. જે બાદ તેમને ગુસ્સો આવી ગયો હતો. એ દરિયાન તેઓએ બે ત્રણ વાર મનાઈ કરી. પણ કોઈએ સાંભળ્યુ નહીં. એટલા માટે તેને લાફો માર્યો હતો.  ઉપમુખ્ય મંત્રી અજીત પવાર અમારા નેતા છે. તેઓ હોસ્પિટલમાં નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. હું છેલ્લા સાત દિવસથી અહીં નિરીક્ષણ કરી રહ્યો છું. હું ટેન્શનમાં હતો.