Karnataka Hijab Ban Withdraw: ભાજપ નેતાએ કહ્યું, હવે 'અન્ય લોકો કેસરી, વાદળી, પીળી શાલ માંગશે'

કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જાહેરાત કરી છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ, જે અગાઉના ભાજપના શાસન દરમિયાન લાદવામાં આવ્યો હતો, તેને પાછો ખેંચી લેવામાં આવશે.

Share:

હાઈલાઇટ્સ

  • સી ટી રવિએ શાળાઓ અને કોલેજોમાં અશાંતિની શક્યતાનો સંકેત આપ્યા

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર દ્વારા હિજાબ પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ શાળાઓ અને કોલેજોમાં અશાંતિની શક્યતાનો સંકેત આપતા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ સી.ટી. રવિએ શનિવારે કહ્યું કે હવે અન્ય લોકો પણ કેસરી અને અન્ય રંગીન શાલનો ઉપયોગ કરવાનું પસંદ કરશે. પત્રકારો સાથે વાત કરતા રવિએ કહ્યું, “જો મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવશે, તો અન્ય લોકો કેસરી, વાદળી અથવા પીળી શાલનો ઉપયોગ કરવાની પરવાનગી માંગશે.

રવિએ કહ્યું કે, "મુખ્યમંત્રી કદાચ ગણવેશ દ્વારા વિદ્યાર્થીઓની ઓળખ સુનિશ્ચિત કરવા માંગે છે. તેઓ વિદ્યાર્થીઓ માટે ગણવેશ ફરજિયાત બનાવવાના મૂળભૂત ઉદ્દેશ્યને મંદ કરી રહ્યા છે,"  તેમણે કહ્યું કે વર્ગ અને ધર્મના ભેદોને દૂર કરવા અને વિદ્યાર્થીઓમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે 1964માં યુનિફોર્મ એક્ટ ઘડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે રાજ્યમાં વિદ્યાર્થીઓ અને પ્રી-યુનિવર્સિટી કોલેજના વિદ્યાર્થીઓ માટે હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી હતી. CMએ કહ્યું હતું કે, "PM મોદીનું 'સબ કા સાથ, સબકા વિકાસ' નકલી છે. BJP કપડાં, પોશાક અને જાતિના આધારે લોકો અને સમાજને વિભાજિત કરી રહી છે."

કર્ણાટક ભાજપે અગાઉની સરકાર દ્વારા લાદવામાં આવેલ હિજાબ પ્રતિબંધને પાછો ખેંચવાના નિર્ણયની જાહેરાત કરવા બદલ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની આકરી ટીકા કરી છે. સોશિયલ મીડિયા પર ભાજપે આરોપ લગાવ્યો કે સિદ્ધારમૈયા પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને લઘુમતીઓના 'ગુંડાઓ'ને ખુશ કરવા માટે બંધારણમાં સુધારો કરવા તૈયાર છે અને સાથે જ એવું પણ કહ્યું કે, આવનારા દિવસોમાં લોકો તેમને યોગ્ય પાઠ શીખવશે.