Ram Mandir Inauguration: રામ મંદિરને લઈ અસદુદ્દીન ઓવૈસીનું ઉશ્કેરણીજનક નિવદેન, કહ્યું-અમે મસ્જિદ ગુમાવી

રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી અને આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, આપણી મસ્જિજ છીનવાઈ રહી છે.

Share:

હાઈલાઇટ્સ

  • અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું-આપણી મસ્જિદ છીનવાઈ રહી છે
  • યુવાનો તમે તમારા શહેર અને મોહલ્લાને સુરક્ષિત રાખજો
  • રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં અસદુદ્દીન ઓવૈસીનું ઉશ્કેરણીજનક નિવેદન

Ram Mandir Inauguration: અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિનુ પ્રાણ પ્રતિષ્ઠા યોજાવવાનું છે. AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી પોતાના ઉશ્કેરણીજનક નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. ઓવૈસીએ એક જનસભાને સંભોધતા યુવાઓને અપીલ કરી કે તેઓ મસ્જિદને સાચવે. ક્યાંક એવું ન બને કે આપણી પાસેથી મસ્જિદ છીનવી લેવામા આવે. 

મસ્જિદો છીનવાઈ રહી છે 
અસદુદ્દીન ઓવૈસીઆ ઉશ્કેરણીજનક નિવેદન એ સમયે આપ્યું કે જ્યારે તેઓ એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેઓએ યુવાનોને અપીલ કરતા કહ્યું કે, તમે મસ્જિદને સાચવી રાખજો. આપણી મસ્જિદો છીનવાઈ રહી છે. નવ યુવાનો હું તમને કહી રહ્યો છું કે ત્યાં શું થઈ રહ્યું છે. આ બધુ તમે જોતા જ હશો. આ જોઈને તમારા દિલને કોઈ તકલીફ નથી પહોંચતી. ક્યાંક એવું ન થાય આપણી મસ્જિદો છીનવી લેવામાં આવે. 

રામ મંદિર પર આવું કહ્યું 
ઓવૈસીએ આગળ વાત કરતા કહ્યું કે, જ્યાં આપણે 500 વર્ષ સુધી બેસીને કુરાન એ કરીમનો પાઠ કર્યો. આજે એ જગ્યા આપણા હાથમાં નથી. તમને દેખાઈ રહ્યું નથી કે ત્રણ ચાર મસ્જિદોને લઈને ષડયંત્ર ચાલી રહ્યું છે. જેમાં દિલ્હીની સુનહરી મસ્જિદ પણ સામેલ છે. યુવાનો કાલે તમે ઘરડાં થઈ જશો. ત્યારે એક વાત ધ્યાન રાખજો કે તમારે તમારા શહેર અને મોહલ્લાને બચાવવાનો છે. 

પૂરજોશમાં તૈયારીઓ
ઓવૈસીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે કે, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીના રોજ પીએમ મોદીના હસ્તે ભગવાન રામની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થશે. આખા દેશમાં હાલ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટા મંદિરોમાં પણ ખાસ રીતે પૂજા પાઠ કરવામાં આવી રહ્યા છે.