બેંકોએ ચૂપચાપ કાર અને પર્સનલ લોનના વ્યાજ દરમાં કર્યો વધારો

એસબીઆઈએ 27 ડિસેમ્બરથી તેના થાપણ દરમાં 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યા પછી અન્ય બેંકોએ તેનું અનુકરણ કર્યું. આનાથી તેમના ધિરાણ દરની સીમાંત કિંમતમાં વધારો થશે.

Share:

હાઈલાઇટ્સ

  • હવે લોકોને બેંકમાંથી કાર કે પર્સનલ લેવી મોંઘી પડી શકે છે
  • અનેક બેંકોએ ચૂપચાપ લોનના વ્યાજ દરમાં કર્યો વધારો
  • કેટલીક બેંકોએ હોમ લોનને રેપો રેટ સાથે જોડી દીધો છે

મુંબઈઃ હોમ લોનને બાદ કરતા કેટલીક રિટેલ લોન પરના વ્યાજદરોમાં વધારો થવા લાગ્યો છે. જેમાં ઘણી બેંકોએ વ્યાજ દરનું માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં સુધાર્યો કર્યો છે. જો કે, ઘણી બેંકોએ તેમની હોમ લોનને રેપો રેટ સાથે જોડી દીધી છે, જે ફેબ્રુઆરી 2023થી યથાવત છે. અન્ય ઘણી લોન રેપો રેટ સાથે જોડાયેલી નથી. જેથી હવે કાર અને પર્સનલ લોનનો વ્યાજદાર મોંઘો થયો છે. 

આટલા ટકા વધારો 
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, SBI જે ડિસેમ્બર સુધી 8.65 ટકાથી શરુ થતી ઓટો લોન ઓફર કરતી હતી. તેણે ઉચ્ચ ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો માટે પ્રારંભિક દર વધારીને 8.85 ટકા કર્યો છે. અન્ય કેટલીક બેંકોએ પણ તેમની પર્સનલ લોનના દરમાં વધારો કર્યો છે. બેંક ઓફ બરોડા, જે ગયા મહિને ઓટો લોન પર 8.7 ટકા ચાર્જ કરતી હતી.  તે ચાર્જ હવે 8.8 ટકા થઈ ગયો છે અને તેની પ્રોસેસિંગ ફીને ફરીથી રજૂ કરી શકે છે. જે તહેવારના મહિલાઓ દરમિયાન માફ કરવામાં આવી હતી. 

પર્સનલ લોન પર વ્યાજ દર વધ્યો 
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ પણ એક્સટર્નલ બેન્ચમાર્ક પર સ્પ્રેડમાં સુધારો કરીને ઓટો લોન અને તેની કેટલીક પર્સનલ લોન પરના દરમાં વધારો કર્યો છે. જાહેર ક્ષેત્રના ધિરણકર્તા પાસે હવે કાર લોન 9.15 ટકાથી શરુ થાય છે, જે અગાઉ 8.75 હતી. IDFC ફર્સ્ટ બેંકે નવેમ્બરમાં વ્યક્તિગત લોન પરના વ્યાજ દરો 10.49 ટકાથી વધારીને 10.75 ટકા કર્યો છે. જ્યારે કર્ણાટક બેંકે તે જ સમયગાળામાં વ્યક્તિગત લોનના દર 14.21થી વધારીને 14.28 કર્યો છે. 

વ્યૂહાત્મક પગલું 
એક બેંક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, ધિરાણકર્તાઓ દરમાં સુધારો કરવા માટે તહેવારોની સિઝનની રાહ જોઈ રહ્યા હતા. મની માર્કેટમાં તંગતાની સાથે થાપણ દરોમાં સુધારાને કારણે ભંડોળના ખર્ચાં વધારો થયો છે. રસપ્રદ વાત એ છે કે, ત્રણ જાન્યુઆરીએ બેંક ઓફ મહારાષ્ટ્રે તેના હોમ લોનનો વ્યાજ દર અગાઉ 8.5 ટકાથી ઘટાડીને 8.35 ટકા કર્યો હતો. એક વરિષ્ઠ બેન્કરે જણાવ્યું કે, આ પગલું વ્યૂહાત્મક હતું, કારણ કે લોન લગભગ જોખમ મુક્ત જોવામાં આવે છે અને તે બેંકના ડિપોઝિટ બેઝમાં ફાળો આપે છે કારણ કે લોન લેનનારા પાસે ધિરાણકર્તા પાસે બચત ખાતુ હોય છે.