નવા વર્ષે બેંકોમાં છે રજાઓની ભરમારઃ જાણો જાન્યુઆરીની રજાઓનું લિસ્ટ!

ગ્રાહકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંક પહેલા જ બેંકની રજાઓનું લિસ્ટ જાહેર કરી દે છે.

Share:

ડિસેમ્બર મહિનો પૂર્ણ થવાના આરે છે. નવું વર્ષ થોડા જ દિવસમાં આવી જશે. ત્યારે જો જાન્યુઆરીમાં આપને બેંક સંબંધિત જરૂરી કામ હોય તો જાણી લેજો કે આવતા મહિને રજાઓની ભરમાર છે. બેંક એક જરૂરી નાંણાકિય સંસ્થાન છે. ત્યારે જો સતત કેટલાક દિવસ સુધી બેંકો બંધ રહે તો લોકોના જરૂરી કામો અટકી જાય છે. ત્યારે આપ જાન્યુઆરીમાં આવતી બેંકની રજાઓના લિસ્ટને ધ્યાને રાખીને પોતાના કામના પ્લાનિંગ કરી શકો છો.

ગ્રાહકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંક પહેલા જ બેંકની રજાઓનું લિસ્ટ જાહેર કરી દે છે. આ રજાઓ કોમર્શિયલ, પ્રાઈવેટ, અને ગ્રામીણ તમામ બેંકોમાં હોય છે. જાન્યુઆરી 2024 માં બેંક કુલ 14 દિવસ બંધ રહેવાની છે. ત્યારે આમાં નવા વર્ષની રજાઓથી લઈને ગણતંત્ર દિવસ સુધીની રજાઓ શામિલ છે. આ સાથે જ આમાં બીજા અને ચોથા શનિવારની સાથે રવિવારની રજાઓ પણ શામિલ છે. 

 

જાન્યુઆરી 2024 માં બેંક રજાઓ

  • 01 જાન્યુઆરી (સોમવાર) - નવા વર્ષનો દિવસ
  • 07 જાન્યુઆરી (રવિવાર)
  • 11 જાન્યુઆરી (ગુરુવાર) – મિશનરી ડે (મિઝોરમ)
  • 12 જાન્યુઆરી (શુક્રવાર) – સ્વામી વિવેકાનંદ જયંતિ (પશ્ચિમ બંગાળ)
  • 13 જાન્યુઆરી (શનિવાર) - બીજો શનિવાર
  • 14 જાન્યુઆરી (રવિવાર)
  • 15 જાન્યુઆરી (સોમવાર) – પોંગલ/તિરુવલ્લુવર દિવસ (તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ)
  • 16 જાન્યુઆરી (મંગળવાર) – તુસુ પૂજા (પશ્ચિમ બંગાળ અને આસામ)
  • 17 જાન્યુઆરી (બુધવાર)- ગુરુ ગોવિંદ સિંહ જયંતિ
  • 21 જાન્યુઆરી (રવિવાર)
  • 23 જાન્યુઆરી (મંગળવાર) – નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ
  • 25 જાન્યુઆરી (ગુરુવાર) – રાજ્ય દિવસ (હિમાચલ પ્રદેશ)
  • 26 જાન્યુઆરી (શુક્રવાર)- પ્રજાસત્તાક દિવસ
  • જાન્યુઆરી 27 (શનિવાર) - ચોથો શનિવાર
  • 28 જાન્યુઆરી (રવિવાર)
  • 31 જાન્યુઆરી (બુધવાર): મી-દામ-મી-ફી (આસામ)