રાજસ્થાનના CM બનવાના હતા બાલકનાથ: પણ સરકાર બની તો કેબિનેટમાં પણ જગ્યા ન મળી! કારણ કે....

બાલકનાથના મંત્રી ન બનવાની રાહમાં એક બાધા સંત-મહંત ફેક્ટર પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Share:

રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં એક ચહેરો ખૂબજ ચર્ચામાં રહ્યો. 30 નવેમ્બરના રોજ તેલંગાણામાં મતદાન સંપન્ન થતાની સાથે જ જ્યારે એક્ઝિટ પોલ આવ્યા તો આ ચહેરો મુખ્યમંત્રી પદ માટે ભાજપ દ્વારા પૂર્વ CM વસુંધરા રાજેને પાછળ છોડીને પાર્ટીનો સૌથી લોકપ્રીય ચહેરો બનીને ઉભર્યા. સંસદ પરિસરમાં વિપક્ષના નેતા અધીર રંજન ચોધરી સુધી તેમને ભાવી મુખ્યમંત્રી કહેવા લાગ્યા હતા પરંતુ તેમને ભજન લાલ શર્માના નેતૃત્વ વાળી સરકારના કેબિનેટમાં પણ સ્થાન ન મળ્યું. વાત છે, હેમંત બાલકનાથ યોગિની... 

હકીકતમાં ભાજપે રાજસ્થાનની ચૂંટણીમાં મહારાણી દિયા કુમારી, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, દેવજી પટેલ, નરેન્દ્ર ખીચડ, ભગીરથ ચોધરી, અને બાબા બાલકનાથ સહિત કૂલ સાત સાંસદોને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. આમાં રાજ્યસભા સાંસદ કિરોડીલાલ મીણાનું પણ નામ શામિલ હતું. હરિયાણાના રોહતક સ્થિત બાબા મસ્તનાથ પીઠના મહંત બાલકનાથ યોગી પણ તિજારા સીટ પરથી મેદાને હતા.

બાબા બાલકનાથ પણ એ જ નાથ સંપ્રદાયથી આવે છે જેનાથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. બાબા બાલકનાથની લોકપ્રિયતાનો ગ્રાફ એટલી તેજીથી વધી રહ્યો છે કે તે બે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ પાછળ છોડતા ભાજપ દ્વારા CM માટે સૌથી લોકપ્રીય ચહેરો બની ગયા. એક્ઝિટ પોલમાં CM માટે 10 ટકા લોકોની પસંદ સાથે બાલકનાથ તત્કાલીન સીએમ અશોક ગહેલોત બાદ બીજા નંબર પર હતા. 

બાબા બાલકનાથને રાજસ્થાનના યોગી કહેવામાં આવતા હતા. CM પદ માટે દાવો મજબૂત જણાવવામાં આવ્યો પરંતુ CMના નામ પરથી પડદો ત્યારે ઉઠ્યો કે જ્યારે શર્માનું નામ જાહેર થયું. રાજ્યની સત્તા પર ભજનલાલની તાજપોશી બાદ ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે બાલકનાથને નવા મંત્રીમંડળમાં મોટી જવાબદારી સોંપાશે. જો કે, CM પદનો ચહેરો ગણાતા બાલકનાથને કેબિનેટમાં પણ જગ્યા ન મળી. 

શા માટે બાલકનાથને કોઈ જવાબદારી નહીં? 

મહંત બાલકનાથને મંત્રી ન બનાવ્યાને લઈને જાતિગત સમીકરણો પણ જવાબદાર છે. મહંત બાલકનાથ યાદવ જ્ઞાતિના છે. રાજસ્થાનમાં યાદવ જ્ઞાતિના મતદાતા આશરે બે ડઝન સીટો પર જીત-હાર નક્કી કરવામાં મહત્વપૂર્ણ રોલ અદા કરે છે પરંતુ આમનો પ્રભાવ આશરે અડધા ડઝન જેટલી સીટો પર જ વધારે છે. ભાજપનો આધાર આ જ્ઞાતિમાં કમજોર માનવામાં આવે છે.

સંત-મહંત ફેક્ટર 

બાલકનાથના મંત્રી ન બનવાની રાહમાં એક બાધા સંત-મહંત ફેક્ટર પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજસ્થાનની ચૂંટણીમાં આ વખતે ભાજપની ટિકીટ પર ત્રણ સંત-મહંત વિધાનસભા પહોંચ્યા છે. પોખરણથી મહંત પ્રતાપપુરી અને હવામહેલથી બાલમુકુંદ આચાર્ય પણ ધારાસભ્ય છે. ત્યારે આવામાં બાલકનાથને મંત્રી બનાવી દે તો, સંત સમાજમાંથી આવનારા બીજા બે ધારાસભ્યોને પણ ક્યાંક સેટ કરવા એ ભાજપ માટે મોટો પડકાર હતો.