ઓવૈસીના મસ્જિદ પરના નિવેદન પર ઘીરેન્દ્ર શાસ્ત્રી વિફર્યા કહ્યું, ડર દિલમાં રહેવો જ જોઈએ...

એમાં હવે કોઈ શંકા નથી કે એ બાબત હવે સાબિત થઈ ગઈ છે કે જ્ઞાનવાપીમાં ભાગવાન શીવ છે અને કૃષ્ણ જન્મભૂમિ કનૈયાની છે અને આ વિષયોમાં કોઈની સલાહની જરૂર જ નથી.

Courtesy: Google

Share:

હાઈલાઇટ્સ

  • કહ્યું, ભારતમાં કાયદો અને સુપ્રીમ કોર્ટ છે
  • અત્યારે તો એ એસ આઈના રિપોર્ટ પરથી એવું સાબિત થાય છે કે ત્યાં મંદિર હતું

બોગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઓલ ઈન્ડિયા મજલીસ એ ઈતેહાદુલ મુસ્લિમીન એઆઈએમઆઈએમના
વડા ઓવૈસીએ કરેલી એક ટિપ્પણી પર કહ્યુ કે અમે મસ્જિદ પર મંદિર બનાવવા નથી માંગતા પણ મંદિરોનું પુન:નિર્માણ
કરવા માંગીએ છીએ. જો તેમને ડર હોય કે મસ્જિદોને ખતરો છે તો એ ડર તેમના મનમાં રહેવો જ જોઈએ અને એ મારી 
પ્રાર્થના છે. 

શું કહ્યું હતું ઓવૈસીએ?

Owaisi
Owaisi Google

જેમ જેમ ઓયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ ઓવૈસીનો ડર વધી રહ્યો
હોય તેવુ દેખાય છે. ઓવૈસીએ દેશના યુવાન મુસ્લિમોને કહ્યું હતું કે તેમણે કેન્દ્ર સરકારની પ્રવૃત્તિઓ પર નજર
રાખવી જોઈએ અને એવું ધ્યાન રાખવું જોઈએ કે દેશમાં મસ્જિદો આબાદ રહે. બાબરી મસ્જિદને લઈ તેમણે એક 
ભડકાઉ ભાષણ કર્યું હતું જેમાં એવું યુવાનો મુસ્લિમોને એવું કહ્યું હતું કે, જે સ્થળે 500 વર્ષથી કુરાન વાંચવામાં આવતું
હતું તે જગ્યા હવે આપણી પાસે નથી અને હું તમને કહેવા માગું છું કે તેમે જુઓ ત્યાં અત્યારે શું થઈ રહ્યું છે. શું તમારા
હદયમાં પીડા નથી થતી? મુસ્લિમ યુવાનોએ સતર્ક અને એકજૂથ રહેવું પડશે. પોતાનું સંગઠન અને તાકાત જાળવી
રાખો અને પોતાની મસ્જિદને આબાદ રાખો. એવું બની શકે છે કે આપણી મસ્જિદો આપણી પાસેથી છીનવી લેવા
માં આવે. અજનો યુવાન જે ભવિષ્યમાં વૃદ્ધ થશે, તે પોતાની દૃષ્ટિ આગળ રાખીને ચાલશે અને આ બાબતો અંગે વિચાર
કરશે કે કેવી રીતે તે પોતાના પાડોશીઓને પાતાના પરિવારને અને પોતાના શહેરને મદદ કરી શકે છે. 

જ્ઞાનવાપી અને મુથુરા જન્મભૂમિ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
ધીરન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યુ કે એમાં હવે કોઈ શંકા નથી કે એ બાબત હવે સાબિત થઈ ગઈ છે કે જ્ઞાનવાપીમાં ભાગવાન શીવ
છે અને કૃષ્ણ જન્મભૂમિ કનૈયાની છે અને આ વિષયોમાં કોઈની સલાહની જરૂર જ નથી. ભારતમાં કાયદો અને 
સુપ્રીમ કોર્ટ છે. અત્યારે તો એ એસ આઈના રિપોર્ટ પરથી એવું સાબિત થાય છે કે ત્યાં મંદિર હતું. મોધલો, અકબર , 
બાબર અને તેમના સાશકોએ આપણા હિંદુ મંદિરો પર હુમલો કર્યો હતો અને આજે તે ધા ભરાઈ રહ્યા છે.