Azim Premji એ નહોતી આપી તેમને નોકરીઃ પછી નારાયણમૂર્તિએ બનાવી Infosys

નારાયણમૂર્તિએ કહ્યું કે, જ્યારે હું નોકરીની શોધમાં હતો ત્યારે મેં નોકરી માટે વિપ્રોમાં અરજી કરી હતી. પરંતુ મારી અરજીને અઝીમ પ્રેમજીની કંપનીએ ઠુકરાવીને મને નોકરી આપવાથી ઈનકાર કરી દિધો હતો. 

Share:

હાઈલાઇટ્સ

  • નારાયણમૂર્તિની પહેલી નોકરી IIM અમદાવાદમાં એક રિસર્ચ એસોસીએટ તરીકેની હતી
  • INFOSYS પહેલા તેમણે સોફ્ટ્રોનિક્સની સ્થાપના કરી પરંતુ તેમની આ કંપની સફળ નહોતી થઈ શકી

Infosys આજે દેશની બીજી સૌથી મોટી IT કંપની છે. પરંતુ આની શરૂઆત કેવી રીતે થઈ તેની સ્ટોરી ખૂબજ રસપ્રદ છે. હકીકતમાં એન આર નારાયણમૂર્તિએ આ ફર્મને પોતાની પત્ની પાસેથી 10,000 રૂપીયા ઉધાર લઈને પોતાના છ મીત્રો સાથે મળીને કંપનીની શરૂઆત કરી હતી. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ પોતે તેની શરૂઆત પાછળનું એક બીજું મોટું કારણ જણાવ્યું છે અને તેણે તેની પાછળનું કારણ અબજોપતિ અઝીમ પ્રેમજીને ગણાવ્યા છે, જેના માટે તેમને અફસોસ પણ છે.

નારાયણમૂર્તિએ ખુલાસો કર્તા કહ્યું કે, કેવી રીતે IT કંપની વિપ્રોના ફાઉન્ડર અઝીમ પ્રેમજીના કારણે ઈન્ફોસિસ અસ્તિત્વમાં આવી અને આજે દેશની ટોપ-3 આઈટી કંપનીઓમાં શામીલ થઈ છે. એક રિપોર્ટ અનુસાર, એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં નારાયણમૂર્તિએ કહ્યું કે, જ્યારે હું નોકરીની શોધમાં હતો ત્યારે મેં નોકરી માટે વિપ્રોમાં અરજી કરી હતી. પરંતુ મારી અરજીને અઝીમ પ્રેમજીની કંપનીએ ઠુકરાવીને મને નોકરી આપવાથી ઈનકાર કરી દિધો હતો. 

નારાયણમૂર્તિની પહેલી નોકરી IIM અમદાવાદમાં એક રિસર્ચ એસોસીએટ તરીકેની હતી. અહીંયા તેમણે ચીફ સિસ્ટમ પ્રોગ્રામર તરીકે કામ શરૂ કર્યું હતું. INFOSYS પહેલા તેમણે સોફ્ટ્રોનિક્સની સ્થાપના કરી પરંતુ તેમની આ કંપની સફળ નહોતી થઈ શકી. આ કંપની બંધ થયા બાદ તેમણે પૂણેના પાટની કમ્પ્યુટર સિસ્ટમમાં નોકરી શરૂ કરી હતી. આ દરમિયાન તેમણે વિપ્રોમાં નોકરી માટે અરજી કરી હતી, જેને ઠુકરાવી દેવામાં આવી હતી.