આયુષમાન ભારત યોજના તમામ લાભાર્થીઓ સુધી પહોંચી નથી

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આયુષમાન ભારતના રજીસ્ટ્રેશન માટેના સર્વરમાં ટેકનિકલ ખામી ઉભી થઈ હોવાના કારણે કોટલાક સમય પહેલાં તેનું રજીસ્ટ્રેશન બંધ થઈ ગયું હતું અને અત્યારે પણ અનેક રજીસ્ટ્રેશન પેડિંગ છે.

Courtesy: gstsuvidhakendra.org

Share:

હાઈલાઇટ્સ

  • આયુષમાન ભારત યોજના માટે વર્ષ 2024માં 7200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે
  • ભવિષ્યમાં વધારે લોકોને આ યોજનામાં આવરી લેનારા હોવાથી ભવિષ્યમાં બજેટની રકમમાં વધારો થવાની શક્યતાઓ

દેશમાં ઓછી આવક ધરાવતા વર્ગને મફતમાં સારવાર મળે તે હેતુથી શરૂ કરવામાં આવેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અતીમહત્વકાંક્ષી યોજના આયુષમાન ભારત તેના નિર્ધારીત ટાર્ગેટને મેળવી શકી નથી. 55 કરોડ લોકોના રજીસ્ટ્રેશનની અપેક્ષાની સામે માત્ર 28.5 કરોડ લોકો જ તેના નોંધણી કરાવી શક્યા છે. આ યોજનાની રકમમાં આગમી વર્ષ 2025માં બજેટમાં વધારો કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આયુષમાન ભારત કાર્ડ મેળવા માટે ભારતની આશરે 50 ટકા જનતા જ યોગ્ય હોવાનું કહેવાય છે.

આયુષમાન ભારત યોજના માટે વર્ષ 2024માં 7200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અત્યારે કોવિડના કેસોમાં વધારો થઈ રહ્યો હોવા છતાં ફાળવળીની આ રકમમાં કોઈ ફેરફારો કરવામાં આવે કે તેમાં વધારો કરવામાં આવે તેવી શક્યતાઓ લાગતી નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલના અહેવાલ અનુસાર ભારતભરમાં અત્યારે નવા 288 જેટલા લોકો કોવિડથી અસરગ્રસ્ત છે અને તે સાથે કુલ આંકડો 1970 સુધી પહોંચી ગયો છે.

પાર્લામેન્ટની વર્કિંગ કમિટીના પાર્ટનર રનેન બર્નજીએ મની કંટ્રોલને એવું જણાવ્યું હતું કે, આયુષમાન ભારતમાં લોકોના તમામ આરોગ્યનો ખર્ચો સરકાર ઉપાડી રહી હોવાના કારણે આ આંકડો વધવાની શક્યતાઓ છે. પરંતુ કોવિડના કેસો વધવાના છતાં આ વર્ષે તેમાં કોઈ વધારો કરવામાં આવે તેવું લાગતુ નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં વધારે લોકોને આ યોજનામાં આવરી લેનારા હોવાથી ભવિષ્યમાં બજેટની રકમમાં વધારો થવાની શક્યતાઓ છે પરંતુ એટલો બધો વધારો પણ નહીં થાય કારણ કે જે લોકો પોતાને આ યોજના માટે નોંધાવે છે તેમાં બધાં જ તેનો લાભ લે તેવુ ના પણ બને.

કોવિડ હવે પહેલાની જેમ એક ગંભીર બિમારી રહ્યો નથી કારણ કે તેમાં ઘણાં બધા વેરિયેન્ટ આવી ચૂક્યા છે અને તે હવે એટલો ઘાતક નથી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આયુષમાન ભારતના રજીસ્ટ્રેશન માટેના સર્વરમાં ટેકનિકલ ખામી ઉભી થઈ હોવાના કારણે કોટલાક સમય પહેલાં તેનું રજીસ્ટ્રેશન બંધ થઈ ગયું હતું અને અત્યારે પણ અનેક રજીસ્ટ્રેશન પેડિંગ છે.