Ayodhya: ભગવાન રામ કરતાં મોદી વધારે દેખાય છે... RJD ના શિવાનંદ તિવારીએ કરી ટિપ્પણી

ચાર ધામના શંકરાચાર્યએ પોતાની જાતને અયોધ્યામાં જે પણ થઈ રહ્યું છે તેનાથી દૂર રાખી છે. તો ભાજપ તેમને હિન્દુ વિરોધી ગણવાની હિંમત કરી શકે ખરો?

Courtesy: Times Content

Share:

હાઈલાઇટ્સ

  • આદિ શંકરાચાર્યએ આખા દેશમાં ચાર પીઠોની સ્થાપના કરી હતી અને સમગ્ર દેશ તેને ચાર ધામ તરીકે ઓળખે છે
  • ભાજપ ચારધામના શંકરાચાર્યને હિન્દુ વિરોધી કહેવાની હિંમત કરી શકે ?

આરજેડીના નેતા અને પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ એવી ટિપ્પણી કરી છે કે અયોધ્યામાં ભગવાન રામ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધારે દેખાય છે. દેશના દલિતો, પછાત વર્ગના લોકો અને સુવિધાઓથી વંચિત લોકો દ્વારા જે સામાજિક ન્યાય મેળવવામા આવ્યો તેને હિન્દુત્ત્વની લાઈનપર કામ કરી રહેલા લોકો કામ કરી રહ્યાં છે. ખરેખર એ કમનસિબીની વાત છે વડાપ્રધાન પોતે પછાત વર્ગમાં જન્મેલા હોવા છતાં પોતે હિન્દુત્ત્વના એજન્ડાને
અમલમાં લાવવા માટે કામ કરી રહ્યાં છે. 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ આ સમગ્ર કાર્યક્રમ માટે સરકારી સર-સાધનોનો ઉપયોગ કરી રહી છે જે આપણા બંધારણનો ભંગ છે. આમ તો નરેન્દ્ર મોદી અને તેમની સરકાર અન્ય તમામ સેક્ટરમાં નિષ્ફળ ગઈ છે અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા તેમના માટે એક રાજકીય એજન્ડા બની ગયો છે. એ લોકોને હિન્દુત્ત્વ અને સચ્ચાઈની સાથે કંઈ લેવા દેવા નથી. પણ, રામ અને મંદિરના નામે એ લોકો કેન્દ્રમાં સત્તામાં રહેવા માંગે છે. 


આદિ શંકરાચાર્યએ આખા દેશમાં ચાર પીઠોની સ્થાપના કરી હતી અને સમગ્ર દેશ તેને ચાર ધામ તરીકે ઓળખે છે. આ ચાર ધામના શંકરાચાર્યએ પોતાની જાતને અયોધ્યામાં જે પણ થઈ રહ્યું છે તેનાથી દૂર રાખી છે. તો ભાજપ તેમને હિન્દુ વિરોધી ગણવાની હિંમત કરી શકે ખરો? 

Tags :