Ayodhya Ram Mandir : રામમંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાના મુખારવિંદના કરો દર્શન, પ્રથમ તસ્વીર આવી સામે

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનું શુભ મુહૂર્ત નિર્ધારીત કરાયું છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે 84 સેકન્ડનું નાનુ મુહૂર્ત કઢાયું છે, જેમાં મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરાશે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે આ મુહૂર્ત કઢાયું છે.

Share:

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેના પગલે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રામલલ્લાની પ્રથમ પૂર્ણ તસ્વીર સામે આવી છે. નોંધનીય છે કે, પ્રાણપ્રતિષ્ઠાના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત હજારો મહેમાનો અયોધ્યામાં હાજર રહેશે.

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનું શુભ મુહૂર્ત નિર્ધારીત કરાયું છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે 84 સેકન્ડનું નાનુ મુહૂર્ત કઢાયું છે, જેમાં મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરાશે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે આ મુહૂર્ત કઢાયું છે. પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત બપોરે 12 કલાક 29 મિનિટ 8 સેકન્ડે શરૂ થઈ 12 લાક 30 મિનિટ 32 સેકન્ડ સુધી રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પૂજા-અર્ચના પૂરી કરાશે.

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર રમલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ રજનીકાંત, અમિતાભ બચ્ચન રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રામ ચરણ, દીપિકા ચિખલિયા, અરુણ ગોવિલ, અનુપમ ખેર, આયુષ્માન ખુરાના, જેકી શ્રોફ, અક્ષય કુમાર, કેજીએફ સ્ટાર યશ, ચિરંજીવી, ધનુષ, પ્રભાસ અને માધુરી દીક્ષિતને આપવામાં આવ્યું છે. આ ખાસ અવસરમાં 8 હજાર લોકો ભાગ લઈ શકે છે.

ગર્ભગૃહમાંથી જાહેર કરાયેલી રામલલ્લાની તસવીરમાં રામ મંદિરના નિર્માણમાં લાગેલા મજૂરો હાથ જોડીને પ્રાર્થના કરતા પણ જોઈ શકાય છે. આ પ્રતિમા કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણશિલામાં તૈયાર કરવામાં આવી છે. મૈસુરના પ્રખ્યાત શિલ્પકારોની પાંચ પેઢીની પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા અરુણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધુ ડિમાંડ ધરાવતા શિલ્પકાર છે. અરુણની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી હતી. તેમના પિતા યોગીરાજ પણ કુશળ શિલ્પકાર હતા. તેમના દાદા બસવન્ના શિલ્પી મૈસુરના રાજા દ્વારા સુરક્ષિત હતા.

Tags :