રામ મંદિરના કાર્યમાં અવરોધો ઉભા કરવાના પ્રયાસોઃ ગુગલ મેપનો ખોટો ફોટો બતાવી વિવાદ કરવાની નાપાક મનશા

કેટલાક નેતાઓએ આને જ મુદ્દો બનાવીને કહ્યું છે કે, મંદિર નિર્માણ એ જગ્યાએ નથી થઈ રહ્યું કે, જ્યાં બાબરી મસ્જિદ ઉભી હતી. આ લોકોનું કહેવું છે કે બાબરી મસ્જિદ પડ્યા બાદ મંદિર નિર્માણ આનાથી 4 કિલોમીટર દૂર થઈ રહ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • ગુગલનો અસલી મેપ બતાવે છે કે, આવું કંઈ નથી. આમાં આખું કોરીડોર અને રામ જન્મભૂમિ દેખાય છે કે જ્યાં મંદિર નિર્માણ થયું છે.
  • ગુગલ મેપનનો એક ફોટો બતાવીને અયોધ્યા રામ મંદિર જન્મભૂમિને વિવાદિત ગણાવવાના પ્રયત્નો

અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે તેને લઈને ભારત સહિત આખા વિશ્વના રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે. માત્ર ભારતીયો નહી પરંતુ વિદેશના ભૂરીયાઓ પણ ભગવાન રામના ગીતો અને ભજનો ગાવા લાગ્યા છે. ભારતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે, લોકોમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે કેટલાક લોકો એવા છે કે જેમને આખીય વાતમાં પેટ દુઃખી રહ્યું છે. ધર્મ-કર્મને બાજુ પર મૂકીને માત્ર રાજનીતિ કરતા લોકો હવે રામ મંદિરના પાવન કાર્યમાં રોડા નાંખવાના પ્રયાસો કરી રહ્યા છે. 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે. બીજી બાજુ નિર્માણ સ્થળને લઈને રાજનીતિ પણ તેજ થવા લાગી છે. આની સાથે જોડાયેલો ગુગલ મેપનનો એક ફોટો બતાવીને અયોધ્યા રામ મંદિર જન્મભૂમિને વિવાદિત ગણાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. 

કેટલાક નેતાઓએ આને જ મુદ્દો બનાવીને કહ્યું છે કે, મંદિર નિર્માણ એ જગ્યાએ નથી થઈ રહ્યું કે, જ્યાં બાબરી મસ્જિદ ઉભી હતી. આ લોકોનું કહેવું છે કે બાબરી મસ્જિદ પડ્યા બાદ મંદિર નિર્માણ આનાથી 4 કિલોમીટર દૂર થઈ રહ્યું છે. આ લોકોનું કહેવું છે કે, રામ મંદિર ત્યાં નથી બનાવવામાં આવ્યું કે જ્યાં રામ મંદિર બનાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો.મેપ વાળા ફોટામાં દાવો કરવામાં આવ્યો છે કે બંન્ને જગ્યાઓ વચ્ચે 4 કિલોમીટરનું અંતર છે. 

અસલી મેપમાં થયો ખુલાસો 
ગુગલનો અસલી મેપ બતાવે છે કે, આવું કંઈ નથી. આમાં આખું કોરીડોર અને રામ જન્મભૂમિ દેખાય છે કે જ્યાં મંદિર નિર્માણ થયું છે. પરંતુ આ લોકો સીતારામ મંદિરને વર્તમાન રામ મંદિર નિર્માણ સ્થળ બતાવીને વિવાદ સર્જવાના પ્રયત્નો કરી રહ્યા છે.