શાહપુરઃ બાળકોનો ઝઘડો મોટાઓએ માથે લીધો, પછી થયો પથ્થરમારો

શાળામાં બે બાળકો એકબીજા સાથે ઝઘડ્યા હતા અને આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું!

Share:

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા અભીષેક એસ્ટેટ પાસે જૂથ અથડામણ થઈ છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, શાળામાં બે બાળકો એકબીજા સાથે ઝઘડ્યા હતા. બાળકોના ઝઘડા વિશે જ્યારે મોટા લોકોને ખબર પડી તો થોડી માથાકૂટ થઈ હતી અને બાદમાં મામલો બિચક્યો હતો. બે જૂથો આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. 

સમગ્ર મામલે પોલીસને જાણ થતા, શાહીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સિવાય યુવકો તીક્ષ્ણ હથિયાર લઇને પથ્થરમારો કરતા હોવાના વીડિયો સામે આવ્યા છે. આ ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.