Rakhi Sawant ની ધરપકડ નક્કીઃ પૂર્વ પતિએ કરેલા કેસમાં કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા

રાખીની જામીન અરજી ફગાવતા સેશન કોર્ટના જજ શ્રીકાંત ભોસલેએ કહ્યું કે, જે રાખીએ કર્યું એ ખોટું હતું. જે પ્રકારે તેણે પોતાના એક્સ હસબન્ટના વિડીયોઝ સર્ક્યુલેટ કર્યા તે ખોટું કહેવાય. રાખી પર આ પ્રકારનો એક કેસ પહેલાથી જ પેન્ડિંગ છે. એટલા માટે તેમની જમાનત અરજી ફગાવવામાં આવે છે.

Share:

હાઈલાઇટ્સ

  • રાખી સાવંતે પૂર્વ પતિ આદિલના પર્સનલ અને સેક્સ્યુઅલ વિડીયો સર્ક્યુલેટ કર્યા છે
  • રાખીની આ હરકતથી નારાજ તેના પૂર્વ પતિએ તેના વિરૂદ્ધ કેસ કર્યો છે

રાખી સાવંતના એક્સ હસબન્ડ આદિલ ખાન દુર્રાનીએ રાખી પર કેસ કર્યો છે. તેનું કહેવું છે કે, રાખીએ તેની કેટલીક પ્રાઈવેટ વસ્તુઓ સર્ક્યુલેટ કરી દિધી છે. સાથે જ મીડિયા ચેનલ્સને પણ રાખીએ તેની સેક્સ્યુઅલ વિડીયોઝ શેર કરી હોવાની વાત કહેવાઈ છે. જો કે, આ મામલે રાખી સાવંત દ્વારા કોર્ટમાં આગોતરા જામીન માંગવામાં આવ્યા હતા પરંતુ રાખીની અરજી કોર્ટે ઠુકરાવી છે. 

રાખીની જામીન અરજી ફગાવતા સેશન કોર્ટના જજ શ્રીકાંત ભોસલેએ કહ્યું કે, જે રાખીએ કર્યું એ ખોટું હતું. જે પ્રકારે તેણે પોતાના એક્સ હસબન્ટના વિડીયોઝ સર્ક્યુલેટ કર્યા તે ખોટું કહેવાય. રાખી પર આ પ્રકારનો એક કેસ પહેલાથી જ પેન્ડિંગ છે. એટલા માટે તેમની જમાનત અરજી ફગાવવામાં આવે છે. આ કેસમાં કોઈને પણ છૂટ આપવી યોગ્ય ન કહેવાય. 

આદિલનું કહેવું છે કે, રાખીએ જે પ્રકારે તેની સેક્સ્યુઅલ વિડીયોઝને સર્ક્યુલેટ કરી તે ખોટી હરકત છે. આ કેસમાં આદિલે રાખી વિરૂદ્ધ FIR નોંધાવી હતી. સેક્શન 500 (ડિફેમેશન), 34 (કોમન ઈન્ટેન્શન), સેક્શન 67A સહિતની કલમો લગાવવામાં આવી છે.
 
આ મામલામાં રાખી સાવંતે મુંબઈની કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેની ધરપકડ કરવામાં ન આવે. જ્યારે રાખીએ આ કેસમાં પોલીસને દરેક રીતે સાથ આપ્યો છે. જો કે, ન્યાયાધીશ ભોંસલેએ કહ્યું કે, પોલીસ એ ઉપકરણોને જપ્ત કરી શકી નથી કે જેના દ્વારા રાખીએ આ વસ્તુઓને સરક્યુલેટ કરી છે. ઉપકરણો હજુ પણ રાખી પાસે છે. તેણે કશું જ રજૂ કર્યું નથી.