SROનું XPoSat મિશન લોન્ચઃ સેટેલાઈટને 21 મિનિટ બાદ 650Kmની કક્ષામાં કરાયુ સ્થાપિત, કરશે ન્યૂટ્રોન સ્ટાર્સનો અભ્યાસ

એક્સ રે પોલારિમીટર સેટેલાઈટને આજે સવારે 9.10 વાગે શ્રીહરીકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • સેટેલાઈટને 650 કિમીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું
  • બ્લેકહોલ, ન્યૂટ્રોન સ્ટાર્સ, એક્ટિવ ગેલેક્ટિક ન્યૂક્લિયાઈની સ્ટડી કરશે
  • 9 ડિસેમ્બર 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું

XPoSatમાં બ્લેક હોલ અને ન્યૂટ્રોન સ્ટાર્સનો અભ્યાસ કરીને બે પેલોડ પોલિક્સ અને એક્સપેક્ટ લગાવ્યા છે. તેને પૃથ્વીથી 650 કિમી ઉપરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ભારતનું પહેલું અને 2021માં લોન્ચ નાસાના ઈમેજિંગ એક્સ રે પોલરિમેટ્રી એક્સપ્લોરર બાદ વિશ્વનું બીજુ પોલરિમેટ્રી મિશન છે. આ સિવાય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ ધ્રુવ સ્પેસ, બેલાટ્રિક્સ એરોસ્પેસ ટીએમટુ સ્પેસના પેલોડની પણ પીએસવીએલ રોકેટ સાથે મોકલવામાં આવ્યું છે. કુલ 10 પેલોડ આ રોકેટની સાથે મોકલવામાં આવ્યા છે. 

ચોથા સ્ટેજને 350 કિમીની કક્ષામાં લગાવવામાં આવશે
સેટેલાઈટને 650 કિમીની કક્ષામાં સ્થાપિત કર્યા બાદ રોકેટનું ચોથુ સ્ટેજ જે છે એને પૃથ્વીની 350 કિમીની કક્ષામાં લાવવામાં આવશે. પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટ્સ મોડ્યૂલ તરીકે ઉપયોગામાં લેવાશે. જે કક્ષામાં રહીને પ્રયોગ કરશે. 

બ્લેકહોલ, ન્યૂટ્રોન સ્ટાર્સના રેડિએશનની સ્ટડી
XPoSatનો હેતુ વિવિધ એસ્ટ્રોનોમિકલ સોર્સીસ જેમ કે બ્લેકહોલ, ન્યૂટ્રોન સ્ટાર્સ, એક્ટિવ ગેલેક્ટિક ન્યૂક્લિયાઈ, પલ્સર વિંડ નેબુલા વગેરેમાંથી નીકળતા રેડિએશનની સ્ટડી કરશે. આ ખૂબ જ કોમ્પલેક્સ ફિજિકલ પ્રોસેસથી બને છે અને તેના એમિસનને સમજવું ખૂબ જ પડકારભર્યુ છે. 

નાસાનું પહેલું મિશન 
નાસાએ ઈમેજિંગ એક્સ રે પોલારિમેટ્રી એક્સપ્લોર વિવિધ પ્રકારની ખગોળીય વસ્તુઓથી એક્સરેના પોલરાઈઝેશનનો અભ્યાસ કરનારું નાસાનું આ પહેલું મિશન છે. આ 9 ડિસેમ્બર 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને પૃથ્વીથી 540 કિમી ઉપર સ્થાપિત કરવામાં આવ્યું હતું. IXPEના પોલરાઈઝેશન મેજરમેન્ટથી નાસા એ જાણવાનો પ્રયાસ કરવા માગે છે કે બ્લેક હોલ કેમ ફરે છે. પલ્સર એક્સ રેમાં આટલી ચમક કેમ હોય છે અને આકાશગંગાઓમાં કેન્દ્રોમાં સુપરમેસિવ બ્લેક હોલની આસપાસના વિસ્તારમાંથી નીકળનારી ઉર્જાના કણોને જેટને ક્યાથી શક્તિ મળશે.