જો અંજુ ગર્ભવતી હોત તો... ફાતિમાના પાકિસ્તાની પતિનું મોટું નિવેદન, અરવિંદનો છૂટાછેડાનો ઇનકાર

પોતાના પ્રેમી માટે રાજસ્થાનથી પાકિસ્તાન ગયેલી અંજુ હવે છૂટાછેડા લેવાની તૈયારી કરી રહી છે. તે તેના પહેલા પતિ અરવિંદને છૂટાછેડા આપવા માંગે છે, પરંતુ અરવિંદે છૂટાછેડાના દસ્તાવેજ પર સહી કરવાની ના પાડી દીધી છે. દરમિયાન પાકિસ્તાનમાં અંજુનો બીજો પતિ નસરુલ્લા પણ અંજુ માટે ચિંતિત છે.

Share:

હાઈલાઇટ્સ

  • પાકિસ્તાનથી ભારત આવેલી અંજુ ફરી ચર્ચામાં
  • અંજુ પહેલા પતિ સાથે છૂટાછેડા લેવા માંગે છે

અંજુ ઉર્ફે ફાતિમા પાકિસ્તાનથી ભારત આવ્યા બાદ પોતાના બાળકો સાથે રજાઓ માણી રહી છે. આ સાથે તેણે પતિ અરવિંદ પાસેથી છૂટાછેડાની માંગ કરી છે. પરંતુ, અરવિંદે છૂટાછેડાના દસ્તાવેજો પર સહી કરવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાનમાં બેઠેલા અંજુના પતિ નસરુલ્લા પણ આ બાબતથી ચિંતિત છે અને તે ભારત આવવાની તૈયારી કરી રહ્યો હોવાનું મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.

રાજસ્થાનના ભીવાડીની રહેવાસી અંજુ તેના બે બાળકો અને પતિને છોડીને તેના પ્રેમી નસરુલ્લા સાથે રહેવા પાકિસ્તાન ગઈ હતી. આ સાથે તે લાઇમલાઇટમાં આવી હતી. ભારત અને પાકિસ્તાનમાં તે સતત સમાચારોમાં રહે છે. પાકિસ્તાનમાં નસરુલ્લા સાથે લગ્ન કર્યા અને ધર્મ પરિવર્તન કર્યું. તે લગભગ 5 મહિના પાકિસ્તાનમાં રહી.

હાલમાં બાળકો અંજુ સાથે દિલ્હીમાં
જે બાદ તેણે કહ્યું કે તે તેના બાળકો માટે ભારત આવવા માંગે હતી, જેથી તે ભારત આવી છે. આ દરમિયાન શરૂઆતમાં તે મીડિયાને ટાળતી જોવા મળી હતી. પરંતુ પાછળથી, તેણી ખુલ્લેઆમ સામે આવી અને પ્રશ્નોના જવાબો આપ્યા. આ પછી તે તેના બાળકોને મળી અને ખુશ જોવા મળી હતી. બંને બાળકો હાલમાં તેમની માતા સાથે દિલ્હીમાં ભાડાના મકાનમાં રહે છે.

તેમની ખુશીઓ માટે જ બધુ કરી રહી છું..
દરમિયાન, હવે એ વાત સામે આવી છે કે અંજુએ અરવિંદ પાસેથી છૂટાછેડા માંગ્યા છે. આ માટે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરવામાં આવી છે. અરવિંદે હજુ પણ દસ્તાવેજો પર સહી કરવાનો ઇનકાર કર્યો છે. આ સાથે મહિલાએ તેના પતિ અરવિંદ સાથે રહેવાની ના પાડી દીધી છે. તે કહે છે કે તે પોતાનું સ્ટેન્ડ જોરદાર રીતે રજૂ કરશે. બાળકો સાથે રહેશે અને તે તેમની ખુશી માટે જ બધું કરી રહી છું.

તે એકલી પડી ગઈ
બીજી તરફ મહિલાનો બીજો પતિ નસરુલ્લા પાકિસ્તાનમાં ઘણી મુશ્કેલીમાં છે. મીડિયા સાથેની ખાસ વાતચીતમાં તેણે કહ્યું કે, જ્યારે અંજુ અરવિંદ સાથે રહેવા માંગતી નથી તો પછી તે ડિવોર્સ કેમ નથી આપી રહી. તે ભારત આવવાની તૈયારી કરી રહ્યો છે. 2 મહિનામાં ભારત આવશે. આ માટે તે એક-બે દિવસમાં એમ્બેસીમાં અરજી કરશે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા જૂઠાણાનો ખુલાસો કરતા નસરુલ્લાએ કહ્યું કે અંજુ ગર્ભવતી નથી. જો તે ગર્ભવતી હોત તો તેણે તેને પાકિસ્તાનથી મોકલી ન હોત. હંમેશા તેની ચિંતા રહે છે, તે ભારતમાં એકલી પડી ગઈ છે.

અંજુને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર
તમને જણાવી દઈએ કે અંજુ અને અરવિંદને બે બાળકો છે. તેમને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. જ્યારે અંજુએ નસરુલ્લા સાથે લગ્ન કર્યા ત્યારે અરવિંદે બંને વિરુદ્ધ અલવર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. તેણે કહ્યું કે અંજુએ છૂટાછેડા લીધા વગર બીજી વખત લગ્ન કર્યા હતા.

પાકિસ્તાનથી આવ્યા બાદ અંજુ સતત કહી રહી છે કે તે અરવિંદને માત્ર બાળકો માટે જ મળી છે. બંને વચ્ચે જે કંઈ પણ થયું છે તે માત્ર બાળકો માટે જ થયું છે. અરવિંદે એમ પણ કહ્યું કે તેની અને અંજુ વચ્ચેની વાતચીત માત્ર બાળકોને લઈને જ થઈ રહી છે.