Ambani Wedding: પ્રાણીઓ, છોડની સુંદર ઝલક અને હાથે લખેલી નોટ... અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ કાર્ડ કેમ છે ખાસ?

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શનની તારીખ સામે આવી છે. બંનેના લગ્નના ફંક્શન માર્ચ 2024માં શરૂ થશે. નીતા અંબાણી અને મુકેશ અંબાણીની હાથથી લખેલી નોટ પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈછે. જાણો શું છે ખાસ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ કાર્ડમાં?

Share:

હાઈલાઇટ્સ

  • અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાશે
  • પ્રિ-વેડિંગ સેરેમની માર્ચના પહેલા અઠવાડિયામાં શરૂ થશે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરમાં ફરી એકવાર શહેનાઈની ધૂન સાંભળવા જઈ રહી છે. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખની સાથે સાથે પ્રી-વેડિંગ ફંક્શન્સને લઈને પણ અપડેટ્સ સામે આવ્યા છે. અનંત અને રાધિકાના લગ્નનું પ્રી-વેડિંગ કાર્ડ પણ સામે આવ્યું છે જે સોશિયલ મીડિયા પર ખાસ કારણસર વાયરલ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે, રાધિકા અને અનંત અંબાણીની સગાઈ એન્ટિલિયામાં થઈ હતી. આ સમયગાળા દરમિયાન એન્ટિલિયામાં ગુજરાતી પરંપરા મુજબ ગોળ-ધાણા અને ચુંદડી વિધિ કરવામાં આવી હતી.

નીતા-મુકેશ અંબાણીની હાથે લખેલી નોટ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માર્ચમાં શરૂ થશે. 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન હલ્દી, મહેંદી અને સંગીત જેવા અનેક ફંક્શન થશે. સોશિયલ મીડિયા પર પ્રી-વેડિંગ કાર્ડની તસવીરો પણ જોવા મળી રહી છે. કાર્ડમાં મુકેશ અને નીતાની હસ્તલિખિત નોંધ પણ હતી. આ વેડિંગ કાર્ડમાં પ્રી-વેડિંગ ફંક્શન ક્યાં થશે તે પણ લખેલું છે.

શું લખેલું છે નોટમાં?
નોટમાં લખ્યું છે કે, અમારા પુત્રના લગ્ન પહેલાની ઉજવણીમાં તમને આમંત્રિત કરવામાં અમને આનંદ થાય છે. મુકેશ અને નીતા દ્વારા આ અંગેની એક હસ્તલિખિત નોંધ પણ છે, જે તેમના માટે જામનગરનું મહત્વ દર્શાવે છે. તે સમજાવે છે કે રિલાયન્સે 1997માં જામનગરમાં વિશ્વના સૌથી મોટા ગ્રાસરૂટ રિફાઈનિંગ કોમ્પ્લેક્સની સ્થાપના કરી હતી. નોટમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે વર્ષોથી, તેઓએ પ્રદેશમાં 10 મિલિયનથી વધુ વૃક્ષો વાવ્યા છે. છેલ્લા 25 વર્ષોમાં અમે જામનગરમાં અમારી સૌથી પ્રિય યાદો બનાવી છે અને તે અમારા હૃદયની સૌથી નજીકનું સ્થાન છે. અમે રાધિકા અને અનંતના લગ્ન ઉત્સવની શરૂઆતની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમે તમને અમારી સાથે રાખવા માટે આતુર છીએ.'

શા માટે છે અનંત અંબાણી-રાધિકાનું પ્રી-વેડિંગ કાર્ડ ખાસ?
મુકેશ અંબાણીના હોમટાઉન જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે કારણ કે આ સ્થળ તેમના હૃદયની ખૂબ નજીક છે. અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ કાર્ડ ખાસ છે કારણ કે તેમાં તમને પૃથ્વી પર રહેતા પ્રાણીઓ અને છોડની સુંદર ઝલક જોવા મળી રહી છે. લગ્ન પહેલાના કાર્ડનો રંગ ખૂબ જ અનોખો હોય છે. આ કાર્ડમાં બીજી એક ખાસ વાત જોવા મળી હતી અને તે હતી નીતા અને મુકેશ અંબાણીનો પ્રેમ જેને તેઓએ હાથથી લખેલી નોટ દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો છે.

કોણ છે અંબાણી પરિવારની નાની વહુ?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની નાની વહુ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. અંબાણી પરિવારમાં નાની વહુ તરીકે પ્રવેશ કરવા જઈ રહેલી રાધિકા બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. રાધિકા મર્ચન્ટના પિતા એન્કોર હેલ્થકેરના સીઈઓ છે અને તેમની ગણતરી ભારતની સૌથી ધનિક વ્યક્તિઓમાં થાય છે. રાધિકા તેના પિતાની એન્કોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર છે.