અમરેલીઃ મુંજ્યાસર નજીક કારની અડફેટે આવતા સિંહણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત!

ત્યારે વન વિભાગ પર આરોપ લાગ્યો છે કે, તેઓ માત્ર કાગળ પર જ પેટ્રોલિંગ કરે છે. ત્યારે આ મામલે સિંહ પ્રેમીઓ નારાજ થયા છે.

Share:

હાઈલાઇટ્સ

  • ગુજરાતમાં સિંહોની માઠી દશા બેઠી હોય તેવો ઘાટ સર્જાયો છે
  • આ અકસ્માતમાં સિહણને પાછળના બંન્ને પગમાં ફ્રેક્ચર થયું છે

ગુજરાત એશિયાટીક સિંહોનું ઘર છે. ગુજરાતમાં શાનથી એશિયાટીક સિંહો રહે છે અને આ સિંહો ગુજરાતનું ગૌરવ છે. પરંતુ અત્યારે જંગલના રાજા અને ગુજરાતની શાન ગણાતા સિંહોની દશા બેઠી હોય એવું લાગે છે. 

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મુંજ્યાસર નજીક એક સિંહ કારની અડફેટે આવતા સિંહણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ છે. સિહણને પાછળના બંન્ને પગમાં ફ્રેક્ચર થયું છે. આ સિવાય જે કાર સિંહણ સાથે અથડાઈ તેનો આગળનો ભાગ ખૂબજ ડેમેજ થયો હતો. 

આ અકસ્માતને પગલે રોડ પર બંન્ને બાજુ ગાડીઓનો ખડકલો થઈ ગયો હતો. સમગ્ર મામલે વન વિભાગને જાણ થતા તેમની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત સિંહણનુ રેસ્કયુ ઓપરેશન કરી જૂનાગઢ સક્કર બાગ ખસેડવામાં આવી હતી.

ત્યારે વન વિભાગ પર આરોપ લાગ્યો છે કે, તેઓ માત્ર કાગળ પર જ પેટ્રોલિંગ કરે છે. ત્યારે આ મામલે સિંહ પ્રેમીઓ નારાજ થયા છે. કેટલાક લોકો આરોપ લગાવી રહ્યા છે કે, વન વિભાગની બેદરકારીના કારણે આ પ્રકારની ઘટનાઓ થાય છે. 
 

Tags :