"આધ્યાત્મિકતાની રાજધાનીમાં મારુ ઘર બનાવા માટે હું ઉત્સુક છું"

ઘ સરાયુ રામ મંદિરથી 15 મિનિટના અંતરે અને અયોધ્યા ઈન્ટરનેશનલ એરપોર્ટથી 30 મિનિટના અંતરે આવેલું છે.

Courtesy: Ayodhya and Amitabh

Share:

હાઈલાઇટ્સ

  • અલાહાબાદ- અમિતાભનુ જન્મ સ્થળ અયોધ્યાથી 4 કલાકના અંતરે
  • બચ્ચને અયોધ્યાને આધ્યત્મિકતાની પાટનગરી કહી

"આયોધ્યામાં ઘ સરાયુમાં હુ હાઉસ ઓફ અભિનંદન લોઢાની સાથે આ મુસાફરી કરવા માટે ઉત્સુક છું. અયોધ્યા એક એવું શહેર જે 
મારા હ્યદયમાં વિશેષ સ્થાન રાખે છે. સનાત આધ્યાત્મિકતા અને અહીંયાની ઉચ્ચ સંસ્કૃતિ સાથે હું લાગણીના તાતણે બંધાઈ ગયો છું 
જે તેની ભૈાગોલિક સરહદોની દૂર છે.  અયોધ્યાના હ્યદયમાં દિલથી જોડાયેલી એક મુસાફરીની શરૂઆત છે જ્યાં સંસ્કૃતિ અને 
આધુનિકતાનો સંગમ થાય છે જે મારી પ્રકૃત્તિ સાથે મળતી આવે છે. આધ્યાત્મિકતાની રાજધાનીમાં મારુ ઘર બનાવા માટે હું ઉત્સુક છું."

Amitabh Bachhan
રિયલ એસ્ટેટ જાયન્ટે બચ્ચનના પોતાને ત્યા રોકાણને માઈલસ્ટોન કહ્યો. Amitabh Bachhan

આ શબ્દો છે બોલિવૂડના શાહેનશાહ અમિતાભ બચ્ચનના જમણે અયોધ્યામાં રામ મંદિર પાસે મુંબઈના એક રીયલએસ્ટેટ દ્વારા 
બનાવામાં આવનારી સ્કીમમાં પોતાનો બંગલો નોંધાયો છે. મુંબઈના રીયલ એસ્ટેટ જાયન્ટ HoABL - The house of Abhinandan 
Lodha ઓયોધ્યામાં 51 એકરમાં ધ સરાયુ નામની તોતીંગ રેસિડેન્સિ ઉભી કરી રહ્યાં છે જેમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પ્લોટ ખરીધ્યો છે. જો કે, HoABL દ્વારા આ બાબતે કોઈ વધારે વિગતો બહાર પાડવામાં આવી નથી પરંતુ અંદરના સૂત્રોએ એટલું કહ્યું છે કે, જે પ્લોટ બચ્ચને
પસંદ કર્યો છે તે આશરે 10,000 સ્ક્વેર ફૂટનો છે અને તેની કિંમત 14.5 કરોડ રૂપિયા જેટલી થાય છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ધ સરાયુનું લોંચિંગ 22મી જાન્યુઆરીના દિવસે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા
કરશે ત્યારે જ કરવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે બચ્ચનનું જન્મસ્થળ અલાહાબાદ હવે પ્રયાગરાજ નેશનલ હાઈવેથી જો જઈએ તો 4 કલાકમાં પહોંચી જવાય એટલું જ દૂર છે. 

HoABLના ચેરમેન અભિનંદન લોઢાએ બચ્ચનને તેમના ધ સરાયુના પ્રથમ નાગરિક તરીકે આવકારીને આ ઘટનાને સિમાચિહ્યનરૂપ 
ગણાવી હતી. ઘ સરાયુ રામ મંદિરથી 15 મિનિટના અંતરે અને અયોધ્યા ઈન્ટરનેશનલ એરપોર્ટથી 30 મિનિટના અંતરે આવેલું છે. તેમણે
જણાવ્યું હતું કે બચ્ચનનું અહીંયા રોકાણ કરવું એવું દર્શાવે છે કે આ તેમને આ શહેરના આધ્યાત્મિક વારસા અને આર્થિક ભવિષ્ય પર
વિશ્લાસ છે. તેમણે એમ પણ ઉમેર્યુ હતુ કે બચ્ચનની હાજરી આ પ્રોજેક્ટને અયોધ્યાના અધ્યાત્મિક મહત્ત્વની નિશાની બનાવી દેશે.