EDના સમન્સ વચ્ચે Arvind Kejriwal 3 દિવસના ગુજરાત પ્રવાસે આવશે

Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલ ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. જ્યાં તેઓ જનસભાને સંબોધિત કરશે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને આ પ્રવાસ કરશે.

Courtesy: The Telegraph

Share:

હાઈલાઇટ્સ

  • ઈડીના સમન્સ વચ્ચે કેજરીવાલનું મિશન ગુજરાત
  • ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવશે કેજરીવાલ
  • લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગ રુપે ગુજરાત પ્રવાસ

 

નવી દિલ્હીઃ દારુ નીતી મામલે અરવિંદ કેજરીવાલની ધરપકડ થાય એવી શંકાઓ સેવવામાં આવી રહી છે. આપના કેટલાંક નેતાઓએ આ વાત ટ્વિટ કરીને કહી હતી. એવું પણ કહ્યું હતું કે, તેમના ઘર તરફના રસ્તા પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાત મુલાકાતે આવશે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ આ પ્રવાસ કરશે અને અહીં જનસભાને સંબોધશે. 

3 દિવસ ગુજરાત પ્રવાસ 
અરવિંદ કેજરીવાલ આગામી 6થી 8 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસે આવશે. જ્યાં તેઓ જનસભાને સંબોધન કરશે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુલાકાત હોવાનું ગણાઈ રહ્યું છે. એટલે એમ પણ કહી શકાય કે લોકસભા ચૂંટણી પહેલાં કેજરીવાલનું આ મિશન ગુજરાત છે. સીએમ કેજરીવાલ ગુજરાતમાં કાર્યકર્તાઓ સંમેલન અને જનસભાને સંબોધિત કરશે. આ દરમિયાન જેલમાં બંધ પોતાના ધારાસભ્ય ચૈતર વસાવાની પણ મુલાકાત કરશે. સાથે જ ચૈતર વસાવાના પરિવારને પણ મળશે. 

ધરપકડની શંકા વ્યક્ત કરી 
મહત્વનું છે કે, આપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, ઈડી દારુ નીતી મામલે મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની ધરપકડ કરી શકે છે. તેઓએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી અને કહ્યુ કે, તેમના નિવાસસ્થાન તરફના રસ્તા પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ઈડી તેમને ત્રણ સમન્સ મોકલ્યા હતા અને હવે ચોથો સમન્સ મોકલવાની તૈયારીમાં છે. 

કેજરીવાલનો જવાબ 
સમન્સને નજર અંદાજ કરતા કેજરીવાલે એવું કહ્યું હતું કે, તેઓ આગામી રાજ્યસભા ચૂંટણી અને 26 જાન્યુઆરીની તૈયારીમાં વ્યસ્ત છે. આપના અનેક નેતાઓ બુધવારે સોશિયલ મીડિયા પર એવા દાવા કર્યા હતા કે ગુરુવારની સવારે તેમના ઘરે ઈડીના દરોડા પડશે અને તેમની ધરપકડ કરવામાં આવશે. જો કે, ઈડીના સમન્સ વચ્ચે હવે અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે.