PM Modiના આગમન પહેલાં તમામ સ્કૂલો બંધ, તડામાર તૈયારીઓમાં ડૂબ્યુ અયોધ્યા

હાલ અયોધ્યામાં રામ મંદિરને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ આખુ અયોધ્યા ભગવાન રામના રંગમાં રંગાઈ ગયુ છે.

Share:

હાઈલાઇટ્સ

  • 30 ડિસેમ્બરે પીએમ મોદીની અયોધ્યા મુલાકાત
  • ધોરણ 1થી 12ની તમામ સ્કૂલો બંધ રાખવા આદેશ
  • પીએમ મોદી અનેક પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ

નવી દિલ્હીઃ આગામી 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામનો અયોધ્યોમાં મૂર્તિનો અભિષેક થવાનો છે. ત્યારે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ છે. પીએમ મોદી પણ નવા બનેલા એરપોર્ટ ટર્મિનલ અને રેલવે સ્ટેશન સહિત અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે અને શનિવારે શહેરની મુલાકાત કરવાના છે. ત્યારે પીએમ મોદીના આગમનના પગલે 30 ડિસેમ્બરના રોજ ધોરણ 1થી 12 સુધીની તમામ સ્કૂલો માટે રજાઓ આપવામાં આવી છે. 

મુસ્લિમ મહિલાની પદાયાત્રા 
મહત્વનું છે કે, એક મુસ્લિમ મહિલાએ સૌને ચોંકાવી દીધા છે. આ મહિલાએ મુંબઈથી અયોધ્યા સુધી પગપાળા યાત્રા કરવાનું નક્કી કર્યુ છે. આ મુસ્લિમ મહિલાએ આખા દેશમાં એક અલગ જ ઉદાહરણ બેસાડ્યું છે. બીજી એક મહત્વની વાત તો એ છે કે, અહીં અયોધ્યામાં નિર્માણ પામી રહેલાં મંદિર માટે ભીખારીઓએ પણ ચાર લાખ રુપિયાનું જંગી દાન કર્યુ છે. આ બંને ઘટનાઓ એવી છે કે, જેણે આખા દેશનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. 
 
રામ લલ્લાની મૂર્તિની પસંદગી માટે મતદાન 
આજે અયોધ્યામાં ભગવાન રામ લલ્લાની મૂર્તિ માટે પસંદગી થવાની છે અને તેના માટે મતદાન છે. જો કે, 22 જાન્યુઆરી માટે આજનો પ્રસંગ ખૂબ જ યાદગાર બની રહેશે. પ્રાપ્ત વિગતો મુજબ, શિલ્પકારો દ્વારા ત્રણ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. આ ત્રણેય ડિઝાઈન પસંદગી સમિતિ રજૂ કરવામાં આવશે. જે મૂર્તિને સૌથી વધુ મત મળશે એ મૂર્તિને ગર્ભગૃહની અંદર સ્થાપિત કરવામાં આવશે. 
 
30 ડિસેમ્બરે સ્કૂલો બંધ 
મહત્વનું છે કે, હાલ ઉત્તર પ્રદેશમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ત્યારે અયોધ્યા જિલ્લી વહીવટી તંત્રએ જાહેરાત કરી છે કે 30 ડિસેમ્બર શનિવારના રોજ ધોરણ 1થી 12 સુધીની તમામ સ્કૂલો બંધ રહેશે. રામ મંદિરન ઉદ્ઘાટન સમયે પીએમ મોદી પણ અહીં આવવાના છે. ત્યારે હાલ અયોધ્યા ભગવાન રામના રંગમાં રંગાઈ ગયું છે.