અમદાવાદના આંગણે ઓલમ્પિકઃ સરકારનો માસ્ટર પ્લાન તૈયાર! 

બ્રોડકાસ્ટિંગ, સુરક્ષા, મીડિયા, અને ટ્રાન્સપોર્ટેશન જેવા પાસાઓને ધ્યાનમાં રાખીને, વૈશ્વિક ધોરણો મુજબ એન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. ભીડની અવરજવર, સલામતી અને મુલાકાતીઓના અનુભવને ધ્યાનમાં રાખીને માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • વિવિધ કાર્યક્રમોના આયોજનને ધ્યાનમાં રાખીને સંકુલને શક્ય હોય એટલું મલ્ટિફંક્શનલ અને મલ્ટિપર્પઝ બનાવાશે.
  • ઓલિમ્પિક માટે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય બ્રોડકાસ્ટિંગ સેન્ટર અને મુખ્ય મીડિયા સેન્ટર તરીકે કરવાની યોજના છે

Olympic Games ની યજમાની કરવા માટે ઈચ્છુક અમદાવાદ પોતાની દાવેદારી નોંધાવવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે આ દાવેદારી નોંધાવવાને લઈને ગુજરાત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ માટે માસ્ટર પ્લાન તૈયાર કરી દિધો છે. આ દેશનું સૌથી મોટું ઈન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે. 

બ્રોડકાસ્ટિંગ, સુરક્ષા, મીડિયા, અને ટ્રાન્સપોર્ટેશન જેવા પાસાઓને ધ્યાનમાં રાખીને, વૈશ્વિક ધોરણો મુજબ એન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. ભીડની અવરજવર, સલામતી અને મુલાકાતીઓના અનુભવને ધ્યાનમાં રાખીને માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ એન્કલેવ વૈશ્વિક માપદંડોને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યો છે. જે  રિટેલ અને હોસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અનોખો અનુભવ પ્રદાન કરશે.

વિવિધ કાર્યક્રમોના આયોજનને ધ્યાનમાં રાખીને સંકુલને શક્ય હોય એટલું મલ્ટિફંક્શનલ અને મલ્ટિપર્પઝ બનાવાશે. એસવીપી સ્પોર્ટ્સ એન્ક્લેવમાં 2 કિલોમીટરથી વધુ લાંબો રિવરફ્રન્ટ ફ્રન્ટેજ હશે અને તેમાં આંતરરાષ્ટ્રીય ડાઇનિંગ ડિસ્ટ્રિક્ટ, કોમર્શિયલ અને રિટેલ સુવિધાઓ, આઉટડોર પ્લે એરિયા સહિતના વિસ્તારો હશે.

ઓલિમ્પિક માટે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય બ્રોડકાસ્ટિંગ સેન્ટર અને મુખ્ય મીડિયા સેન્ટર તરીકે કરવાની યોજના છે. એસવીપી સ્પોર્ટ્સ એન્ક્લેવ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલા મોટેરામાં 236 એકર વિસ્તારમાં બનાવાશે. તેનો ખર્ચ આશરે 6,000 કરોડ રૂપિયા થવાની ધારણા છે અને તે 93 લાખ ચોરસ ફૂટ બિલ્ટ-અપ એરિયામાં 20 સ્પોર્ટ્સ માટેના સુવિધાઓ ઉભી કરાશે.