રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પહેલા, કેન્દ્રએ 100 સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કર્યા

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વડાઓને સોમવારે રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા શંકાસ્પદ ગતિવિધિઓ અથવા સાંપ્રદાયિક સૌહાર્દ અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના પ્રયાસો પર નજર રાખવા માટે કહેવાયું હતું. ત્યારે કેન્દ્રએ લગભગ 100 સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે.

Share:

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ થાય તે પહેલા કેન્દ્રએ 100 સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કર્યા છે. આ સાથે જ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં પોતાની હાજરી વધારી દિધી છે. 

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વડાઓને સોમવારે રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા શંકાસ્પદ ગતિવિધિઓ અથવા સાંપ્રદાયિક સૌહાર્દ અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના પ્રયાસો પર નજર રાખવા માટે કહેવાયું હતું. ત્યારે કેન્દ્રએ લગભગ 100 સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે.

સાયબર નિષ્ણાતોની એક ટીમ મોકલવામાં આવી છે, જેમાં ગૃહ મંત્રાલય (MHA), ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય, CERT-IN અને ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)ના અધિકારીઓનો સમાવેશ થાય છે.

ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે તાજેતરની ગતિવિધિઓ સૂચવે છે કે વૈશ્વિક જેહાદી જૂથો અને પાકિસ્તાન સ્થિત સંગઠનો ભારતમાં આતંકવાદી હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ ઇનપુટ્સની અસર 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર અભિષેક સમારોહ પર પડી શકે છે.