PG Doctors: ત્રણ મહિના ગામડાની એક હોસ્પિટલમાં ફરજીયાત આપવી પડશે સેવા

મેડિકલના સ્ટૂડન્ટ્સ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ગ્રેજ્યુએટ થયા બાદ ત્રણ મહિના સુધી વિવિધ હોસ્પિટલમાં સેવાઓ આપવી પડશે.

Share:

હાઈલાઇટ્સ

  • મેડિકલના સ્ટૂડન્ટ્સ વિવિધ જિલ્લાની હોસ્પિટલ્સમાં આપશે સેવા
  • ગુરુવારે એક પરિપત્ર બહાર પાડીને કરવામાં આવી છે જાહેરાત
  • હવે મેડિકલના સ્ટૂડન્ટ્સને આ સેવા શીખવાના પણ કામમાં આવશે

મુંબઈઃ તબીબ જગત માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે જે કોઈ પણ સ્ટૂડન્ટ્સ પોતાનું એમબીબીએસ કમ્પલીટ કરશે એ પછી તેઓએ ત્રણ મહિના માટે વિવિધ હોસ્પિટલમાં સેવા આપવી પડશે. સમગ્ર દેશમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેકિકોએ હવે તેમના અભ્યાસક્રમના ભાગરુપે ઓછામાં ઓછા ત્રણ મહિના જેટલો સમય જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં ફરજિયાત પણ વિતાવવા પડસે. આ વિટાર તેમને ગ્રામીણ ઓરોગ્ય સંભાળ સેવાઓ અને શિખવા માટે છે. પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન  રેગ્યુલેશન્સ ઓફ 2023, કે જે નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા ગેઝેટમાં બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતા દેશભરના સંગઠનોની માંગ, રેસીડન્ટ ડોક્ટર્સ માટે કામના કલાકો વ્યાખ્યાયિત કરવામાં નિષ્ફળ ગયા હતા. 

અહીંથી અમલી બનશે 
તેના બદલે તેમણે ઉલ્લેખ કર્યો છે કે, ડોક્ટરોએ વાજબી કામના કલાકો માટે કામ કરવું પડશે અને તેમને એક દિવસમાં આરામ માટે વાજબી સમય આપવામાં આવશે. ગુરુવારે બહાર પાડવામાં આવેલા અને પહેલી જન્યુઆરી 2024થી અમલી બનેલા નિયમો મુજબ કહેવામાં આવ્યું છે કે, 2021થી પ્રવેશ મેળવનારા MD/MS વિદ્યાર્થીઓ માટે ડિસ્ટ્રીક્ટ રેસીડન્સી પ્રોગ્રામ આપવામાં આવશે. 

જિલ્લા હોસ્પિટલમાં આપશે સેવા 
મહારાષ્ટ્ર અને રાજ્યોમાં પહેલેથી જ અમલમાં છે, કારણ કે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. 2021 પ્રોગ્રામને હવે પીજી એજ્યુકેશન રેગ્યુલેશનમાં સમામેલ કરવામાં આવ્યો છે. આ પરિભ્રમણ દરમિયાન નીવાસી ડોક્ટર્સને સંબંધિત કે સંલગ્ન વિશેષતા ટીમ, યુનિટ કે, વિભાગો, સેવાઓ સાથે જિલ્લા ઓરોગ્ય તંત્ર કે જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટ કરવામાં આવશે. જેમાં તેઓએ બહારના દર્દીઓ, ઈનપેશન્ટ, અકસ્માત અને તેમની વિશેષતાને લગતા અન્ય ક્ષેત્રમાં સેવા આપવાનો સમાવેશ થાય છે.