ISROએ રચ્યો ઈતિહાસ, Aditya L1 સૂર્યની નજીક અંતિમ ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક દાખલ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ઈતિહાસ રચ્યો છે. સૂર્ય મિશન પર મોકલવામાં આવેલ આદિત્ય એલ1 આજે તેના ગંતવ્ય એલ1 પોઈન્ટ પર પહોંચી ગયું છે. હવે તે લગભગ 5 વર્ષ સુધી અહીં રહેશે.

Share:

હાઈલાઇટ્સ

  • આ અમારા માટે ખૂબ જ સંતોષકારક છે - ઈસરોના વડા એસ સોમનાથ

Aditya L1: ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન્સ (ISRO)નું પ્રથમ સુર્ય મિશન સફળતાપૂર્વક તેના ગંતવ્ય સુધી પહોંચ્યા બાદ અંતિમ ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2 સપ્ટેમ્બરના રોજ, ISROના PSLV-C57એ સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC), શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડ પરથી આદિત્ય-L1 અવકાશયાન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આજે તે તેના નિયુક્ત L1 પોઈન્ટ પર પહોંચી ગયું છે. હવે તે લગભગ પાંચ વર્ષ સુધી અહીં રહેશે અને સૂર્ય વિશે અભ્યાસ કરશે.

આદિત્ય L1 ઓર્બિટમાં પ્રવેશ્યું
સૂર્ય મિશન પર ગયેલા આદિત્ય L1ને તેના નિર્ધારિત સ્થળે સ્થાપિત કરવામાં આવ્યું છે. હવે તે લગભગ પાંચ વર્ષ સુધી અહીં રહેશે અને પૃથ્વી પરના તેના કમાન્ડ સેન્ટરને સૂર્ય વિશેની માહિતી મોકલશે.

PM મોદીએ આદિત્ય L1ની સફળતા પર અભિનંદન આપ્યા
આ અંગે PM મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી. ભારતની સૌપ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરી આદિત્ય-L1 તેના ગંતવ્ય સ્થાને પહોંચ્યું છે. આ સૌથી જટિલ અને રસપ્રદ અવકાશ મિશનને સાકાર કરવામાં આપણા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણનો પુરાવો છે. હું આ અસાધારણ સિદ્ધિને બિરદાવવામાં રાષ્ટ્ર સાથે જોડાયો છું. અમે માનવતાના લાભ માટે વિજ્ઞાનની નવી સીમાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખીશું.

ભારત માટે શાનદાર રહ્યું આ વર્ષ- જિતેન્દ્ર સિંહ
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ વર્ષ ભારત માટે શાનદાર રહ્યું. પીએમ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ટીમ ઈસરોએ લખેલી બીજી સફળતાની ગાથા. સૂર્ય-પૃથ્વી જોડાણના રહસ્યો શોધવા માટે આદિત્ય L1 તેની અંતિમ ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે.

આ મિશનનો ઉદ્દેશ્ય સૂર્યનું અવલોકન કરવાનો છે અને પૃથ્વીથી આશરે 1.5 મિલિયન કિમી દૂર સ્થિત પ્રથમ સૂર્ય-પૃથ્વી લેગ્રાંગિયન પોઈન્ટ (L1)ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાંથી તેની ભારે ગરમીને સમજવાનો છે. L1 પોઈન્ટ અવલોકન હેતુઓ માટે સ્થિર સ્થિતિ પ્રદાન કરે છે.

ISROના સોલાર મિશન આદિત્ય-L1 એ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરતાં ISROના વડા એસ સોમનાથે જણાવ્યું હતું કે, "આ અમારા માટે ખૂબ જ આનંદદાયક છે કારણ કે તે લાંબી મુસાફરીનો અંત છે." લિફ્ટ-ઓફ થયાના 126 દિવસ પછી તે અંતિમ બિન્દુ પર પહોંચ્યું છે. ફિનિશ લાઇન પર પહોંચવા સુધીની ક્ષણ હંમેશા ચિંતાજનક હોય છે, પરંતુ અમને તેના વિશે ખૂબ વિશ્વાસ હતો. તેથી બધુ આગાહી મુજબ જ થયું."