Pakistani જાસૂસ પૂણેમાં સ્થાયી થયો અને કોઈને ગંધ પણ ન આવી, ચકરાવે ચઢાવે એવી છે કહાણી

આ પાકિસ્તાની જાસૂસે એક ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા હતા. ભારતીય પાસપોર્ટના આધારે તેણે તેના દીકરાને સ્કૂલમા એડમિશન પણ અપાવ્યું અને પૂણેમાં સેટલ થયો.

Share:

હાઈલાઇટ્સ

  • પાકિસ્તાની જાસૂસ ભારતમાં રહેવા લાગ્યો કોઈને ખબર ન પડી
  • દીકરાને એક અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં એડમિશન પણ અપાવ્યું
  • જ્યારે તેની પોલ ખૂલી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી

પૂણેઃ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરે આખા ભારતને ચર્ચા કરતુ મૂકી દીધું હતું. લોકોને શંકા હતી કે આ એક જાસૂસ છે. ત્યારે આજે અમે તમને એક આવા પાકિસ્તાની જાસૂસની વાત કરીશું કે જેણે પોતાના દીકરાનું સ્કૂલ એડમિશન પણ ભારતમાં કરાવી દીધુ હતુ. જો કે, આ જાસૂસ અહીં પૂણેમાં સેટલ થઈ ગયો અને કોઈને એ વાતની ગંધ શુદ્ધા પણ ન આવી. આખરે જ્યારે આ પોલ ખૂલી ગઈ તો પોલીસ તો ઠીક લોકોની પણ આંખો ફાટીને પહોળી થઈ ગઈ હતી. 

આ રીતે એન્ટર થયો 
આ વાત છે 1984ની. પાકિસ્તાનમાં જન્મ લેનારા સૈયદ અહમદ મોહમ્મદ દેસાઈએ કોલ્હાપુરમાં રહેતી બીબી જોહરા સાથે લગ્ન કર્યા હતા. પોલીસ રેકોર્ડ મુજબ સૈયદ અહમદ મોહમ્મદ દેસાઈના પરીવારે વર્ષ 1996માં અટારી રેલ ચેકપોસ્ટના રસ્તે 45 દિવસના વીઝા પર ભારતમાં એન્ટ્રી કરી હતી. આ પહેલાં પણ તે અનેકવાર ભારતમાં આવી ચૂક્યો હતો. એ સમયે તેનો હેતુ કપડાં અને ડ્રાયફ્રૂટ્સ વેચવાનો હતો. જો કે, એ સમયે તે કરાચીની એક હોસ્પિટલમાં કામ કરતો હતો 

ફેક ડોક્યુમેન્ટ્સ અને રાશનકાર્ડ મેળવ્યુ 
8 ઓક્ટોબર 1996ના રોજ દેસાઈ અને તેની પત્ની 11 ઓક્ટોબર 1996 સુધી દેશમાં રહેવા માટે ટેમ્પરરી પરમીટ મેળવી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન પૂણેમાં જગ્યા બદલીને રહેવા લાગ્યા. એ પછી કોઈ સહયોગીની મદદથી પૂણેમાં એક ઘર ભાડે રાખ્યું. એ પછી ફેક ડોક્યુમેન્ટ્સના આધારે ડ્રાઈવિંગ લાઈસન્સ અને રાશનકાર્ડ પણ બનાવી લીધું. 

બે વાર પાકિસ્તાન પણ જઈ આવ્યો
તપાસમાં સામે આવ્યું કે, આ જાસૂસે પોતાના દીકરાનું એડમિશન ભારતની અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં પણ કરાવી દીધું. તેણે આગ્રાની એક સ્કૂલમાં ફેક ટીસી પણ જમા કરાવ્યું હતું. તેણે તેની દીકરીનુ ફેક બર્થ સર્ટી પણ બનાવ્યું. પોલીસે તેની પાસેથી એક ઈન્ડિયન પાસપોર્ટ પણ કબજે કર્યો. આ પસપોર્ટના આધારે તે બે વાર પાકિસ્તાન પણ ફરી આવ્યો. 

કેવી રીતે ઝડપાયો?
14 જૂન 1999માં પૂણેના પોલીસ ઈન્સપેક્ટરને ટીપ મળી. એવું જાણવા મળ્યું કે પાકિસ્તાનમાં ભારતની ગુપ્ત જાણકારી મોકલી રહ્યો છે. એ પછી પોલીસની ટીમે તેને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. એ સમયે તેની ઉંમર 38 વર્ષ હતી. પોલીસને તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે, તે કરાચીમાં રહેતો હતો અને આઈએસઆઈનો જાસૂસ હતો. જો કે, કેસ ચલ્યો અને આઠ વર્ષ જેલમાં રહ્યો. પાકિસ્તાન ડિપોર્ટ કરવાનો હતો ત્યારે તે ભાગી ગયો હતો. એ પછી પોલીસે તેને કોલકત્તામાંથી ઝડપી પાડ્યો હતો. એ પછી વાઘા બોર્ડરના રસ્તે તેને પાકિસ્તાન મોકલી દેવાયો.