10 વર્ષથી ફરાર હિજબુલના આતંકીને દિલ્હીથી ઝડપી પાડ્યો!

આતંકી જાવેદ અહમદ મટ્ટુને ઉત્તરી કશ્મીરના બારામુલાના સોપોરનો રહેવાસી છે. તેણે 2009 માં આતંકનો રસ્તો પકડ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • હિજબુલના મોટાભાગના કમાન્ડરોને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે
  • આ આતંકવાદી પર 10 લાખ રૂપીયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું

દિલ્હીમાં આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી જાવેદ અહમદ મટ્ટુને પકડી પાડવામાં આવ્યો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ આતંકી જમ્મૂ-કાશ્મીરમાં કેટલીય હત્યાઓમાં શામિલ છે. આના પર 10 લાખ રૂપીયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, ઈકબાલ અહમદ પાકિસ્તાન જઈને આવ્યો છે અને ત્યાંથી આતંકી ટ્રેનિંગ લઈને આવ્યો છે. 

આતંકી જાવેદ અહમદ મટ્ટુને ઉત્તરી કશ્મીરના બારામુલાના સોપોરનો રહેવાસી છે. તેણે 2009 માં આતંકનો રસ્તો પકડ્યો હતો. તે આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયો હતો. આતંકી જાવેદની ગણતરી હિજબુલના ટોપ કમાન્ડરોમાં થાય છે. હિજબુલના મોટાભાગના કમાન્ડરોને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. આમાંથી ટોચના બે જ બચ્યા હતા અને એ બંન્નેમાંથી એક પાકિસ્તાન ભાગી ચૂક્યો છે અને બીજા નંબરના જાવેદ મટ્ટુને પકડી પાડવામાં આવ્યો છે.