નવા વર્ષે LIC ને મોટો ઝટકોઃ GST ની નોટિસ મળતા જ ધડામ દઈને પછડાયા કંપનીના શેર!

Lic દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, તેમને 806 કરોડ રૂપીયાની GST ની નોટીસ મળી છે.

Share:

હાઈલાઇટ્સ

  • આ જીએસટી નોટીસ વિરૂદ્ધ કંપની અપીલ દાખલ કરવાની તૈયારી કરી રહી છે.
  • આ નોટિસના કારણે LIC ની financial, operational અથના અન્ય કોઈ ગતિવિધિઓ પર કોઈ અસર નહીં પડી રહી

LIC સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવતા જ કંપનીના શેરોના ભાવમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. હકીકતમાં LIC દ્વારા સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જાણકારી આપવામાં આવી છે કે, ફાઈનાન્શિયલ યર 2017-18 માટે કથિત રીતે તેને 806 કરોડ રૂપીયાની નોટીસ મળી છે. મંગળવારે બજાર ખુલતા જ LIC ના શેરમાં ઘટડો શરૂ થઈ ગયો હતો.

Lic દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, તેમને 806 કરોડ રૂપીયાની GST ની નોટીસ મળી છે. આમાં 365.02 કરોડ રૂપીયા જીએસટી અને 404.7 કરોડ રૂપીયા દંડ સાથે 36.5 કરોડનું વ્યાજ પણ શામેલ છે. LIC અનુસાર, આ જીએસટી નોટિસ ડેપ્યુટી કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, મુંબઈ દ્વારા મોકલવામાં આવી છે. કંપની પર ઈનપુટ ટેક્સ ક્રેડિટના નોન રિવર્સલ નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. 

LIC દ્વારા સ્ટોક એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવવામાં આવ્યું છે કે, આ જીએસટી નોટીસ વિરૂદ્ધ કંપની અપીલ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. જો કે, કંપની દ્વારા ભરોસો આપવામાં આવ્યો છે કે, આ નોટિસના કારણે LIC ની financial, operational અથના અન્ય કોઈ ગતિવિધિઓ પર કોઈ અસર નહીં પડી રહી. પરંતુ એકબાજુ કંપની બધુ જ સરખુ હોવાનો દાવો કરી રહી છો તો બીજી બાજુ LIC ના શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે. 
 

Tags :