હરિયાણાના પ્રોફેસર પર 500 છોકરીઓએ લગાવ્યો જાતિય સતામણીનો આરોપ

યુનિવર્સિટીની 500 વિદ્યાર્થિનીઓએ પોતાના જ પ્રોફેસર કેબિનમાં બોલાવીને જાતિય સતામણી કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • 500 વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર પર લગાવ્યા ગંભીર આરોપ
  • જાતિય સમાતણી કરી હોવાના આરોપ બાદ યુનિવર્સિટીમાં હાહાકાર
  • જો કે આ પહેલો પત્ર નથી પણ ચાર પત્રો લખવામાં આવ્યા છે

ગુરુગ્રામઃ સિરસામાં આવેલી ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીની લગભગ 500 વિદ્યાર્થીઓએ હરિયાણાના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને મહિલા આયોગને પત્ર લખ્યો છે. જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, પ્રોફેસરે તેમને ચેમ્બરમાં બોલાવીને જાતિય શોષણ કર્યું છે. ગુરુવારે આ પત્ર લખવામાં આવ્યો હતો અને પછી સોશિયલ મીડિયામાં પર ધૂમ મચી ગઈ હતી. સાથે જ આ કેસમાં એસઆઈટી તપાસની માગ કરવામાં આવી છે. જો કે, યુનિવર્સિટીની આંતરિક ફરિયાદ સમિતિ દ્વારા બે વખત ક્લિની ચીટ આપવામાં આવેલાં પ્રોફેસર વિરુદ્ધ વિદ્યાર્થિનીઓનો આ ચોથો પત્ર છે. 

તપાસ કરાશે 
એએસપી દીપ્તિ ગર્ગે જણાવ્યું કે, તેઓ પ્રાથમિક તપાસ બાદ એફઆઈઆર નોંધશે. પહેલાં જે પત્ર લખવામાં આવેલો તેની પણ તપાસ કરાશે. જ્યારે પોલીસ તપાસમાં તારણો નીકળશે એ પછી યોગ્ય પગલાં લેવામાં આવશે. આરોપી પ્રોફેસરે તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમને રાજ્ય પ્રેરિત ગણાવ્યા હતા અને કહ્યું કે, મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, કારણ કે હું યુનિવર્સિટીમાં કેટલાંક કામમાં સક્રીય રહ્યો છું. હવે હું મારી સામેના કોઈ પણ તપાસનો સામનો કરવા માટે તૈયાર છું. આ કોઈ રાજકીય બદલો પણ હોઈ શકે છે. 

આ પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ કરાયા 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, તેઓએ એવું પણ કહ્યું કે, યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે શિક્ષક પર જાતિય સતામણીનો આરોપ જે ચારેય પત્રોમાં મૂકવામાં આવ્યો છે તે હિસ્સાર રોડ પર આવેલી ખૈરપુર પોસ્ટ ઓફિસમાંથી જ પોસ્ટ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રકારનો પહેલો પત્ર ગયા વર્ષે જુનમાં યુનિવર્સિટીના વીસીને મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીએ આંતરિક તપાસ હાથ ધરી હતી, પરંતુ તેમની સામેના આરોપોને સમર્થન મળે એવા કોઈ પુરાવા મળ્યા નહોતા.