3 નવા ક્રિમિનલ લો રાજ્યસભામાં પાસઃ દંડ આપવાનો નહીં પરંતુ ન્યાય આપવાનો ઉદ્દેશ્ય!

ત્રણેય બિલ લોકસભામાં પહેલા પારિત થઈ ચૂક્યા છે. હવે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળ્યા બાદ આ બિલ કાયદો બની જશે

Share:

હાઈલાઇટ્સ

  • દેશના 97 ટકા પોલીસ સ્ટેશનનું ડિજીટલાઈઝેશન થઈ ચૂક્યું છે
  • દેશભરના તમામ CCTV કેમેરા ભલે ગમે ત્યાં લાગ્યા હોય પણ તે સિસ્ટમ સાથે ઈન્ટીગ્રેટેડ થઈ જશે. 

રાજ્યસભાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય વિધેયક પારિત કરી દિધા છે. આજે આ બિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજજ્યસભા સમક્ષ મૂક્યા હતા અને આને ધ્વનિ મતથી પારિત કરવામાં આવ્યા છે. 

નવા કાયદા બનવા પર કલમ 375 અને 376 ની જગ્યાએ બળાત્કારની કલમ 63 હશે. સામૂહિક બળાત્કારની કલમ 70 હશે, હત્યા માટે કલમ 302 ની જગ્યાએ કલમ 101  હશે. આ ત્રણેય બિલ લોકસભામાં પહેલા પારિત થઈ ચૂક્યા છે. હવે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળ્યા બાદ આ બિલ કાયદો બની જશે. બિલ પારિત થવા ઉપરાંત રાજ્યસભા પણ અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. 

બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે, આજે હું જે બિલ રાજ્યસભામાં લઈને આવ્યો છું તેનો ઉદ્દેશ્ય દંડ આપવાનો નથી પરંતુ આ બિલોનો ઉદ્દેશ્ય ન્યાય આપવાનો છે. આ વિધેયકોનો આત્મા ભારતીય છે. વ્યાસ, બૃહસ્પતિ, કાત્યાયન, ચાણક્ય, વાત્સ્યાયન, દેવનાથ ઠાકુર, જયંત ભટ્ટ, રઘુનાથ શિરોમણી જેવા અનેક મહાપુરૂષોએ જે ન્યાયનો સિદ્ધાંત આપ્યો છે. તેની આમાં કલ્પના કરવામાં આવી છે.”

ગૃહમંત્રીએ જણાવ્યું કે, દેશના 97 ટકા પોલીસ સ્ટેશનનું ડિજીટલાઈઝેશન થઈ ચૂક્યું છે. 82 ટકા પોલીસ સ્ટેશનોનો રેકોર્ડ ડિજીટલ થઈ ગયો છે. FIR થી લઈને જજમેન્ટ સુધી આખી પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે. ઝીરો FIR અને E-FIR હશે. દેશભરના તમામ CCTV કેમેરા ભલે ગમે ત્યાં લાગ્યા હોય પણ તે સિસ્ટમ સાથે ઈન્ટીગ્રેટેડ થઈ જશે.