'જનતાના લૂંટેલા પૈસા પાછા આપવા પડશે, મોદીની ગેરંટી છે' કોંગ્રેસના MP પાસેથી ₹200 કરોડ મળતા PMનું ટ્વિટ

200 Cr Cash Cash: ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂના ઠેકાણાઓ પર ઈન્કટમ ટેક્સ વિભાગની રેડ ચાલુ છે. આ રેડમાં 200 કરોડની કેશ મળી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. પીએમ મોદીએ આ મુદ્દે એક રસપ્રદ ટ્વિટ કર્યુ છે.

Share:

હાઈલાઇટ્સ

  • જનતાના લૂંટેલા રુપિયા પાછા આપવાનો સમય આવી ગયો
  • આ મોદીની ગેરંટી છે, પીએમ મોદીનું રસપ્રદ ટ્વિટ
  • કોંગ્રેસના સાંસદના ઠેકાણાઓ પરથી મળ્યા 200 કરોડ

200 Cr Cash Cash From MP: ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂના ઘરે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ પાડી છે. આ રેડમાં કરોડોની સંપતિ મળી આવી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમની પાસેથી રુપિયા 200 કરોડ કેશ મળ્યા છે. ત્યારે પીએમ મોદીએ પણ આ મુદ્દે એક મહત્વનું ટ્વિટ કરીને સમગ્ર જનતાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પીએમ મોદીનું આ ટ્વિટ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. લોકો પણ પીએમ મોદીનું ટ્વિટ શેર કરી રહ્યાં છે. 

પીએમ મોદીનું ટ્વિટ 

 


પીએમ મોદીએ પોતાની વધુ એક ગેરંટી આપતા ટ્વિટમાં લખ્યું કે, દેશવાસીઓ પહેલાં આ રુપિયાના ઢગલાં જુઓ અને પછી તેમના ઈમાનદાર નેતાઓના ભાષણ જુઓ. જનતા પાસેથી જે કંઈ પણ લૂંટ્યુ છે, એ પાઈ પાઈ ચૂકવવી પડશે. આ મોદીની ગેરંટી છે. 

સતત ત્રીજા દિવસે રેડ ચાલુ 
ઝારખંડમાં ધીરજ સાહૂના ઠેકાણાઓ પર છેલ્લાં ત્રણ દિવસથી રેડ ચાલી રહી છે. ઓડિશા અને ઝારખંડમાંથી કોંગ્રેસના નેતાના ઠેકાણાઓ પરથી સો કરોડથી વધુની સંપતિ મળી આવી છે. ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, રુપિયા 200 કરોડની કેશ મળી છે. મોટી સંખ્યામાં કરોડો રુપિયા મળતા આઈટી વિભાગની ટીમને રુપિયા ગણવા માટે મશીન મંગાવવા પડ્યા હતા. 

ધીરજ સાહૂના શું છે ધંધા?
બોદ્ધ બિસ્ટીલરી પ્રાઈવેટ લિમિટેડ સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર રેડ પડી છે. આ તેમના પરિવારની કંપની છે. તેમનો પરિવાર લીકરના બિઝનેસ સાથે સંકળાયેલો છે. ઓડિશામાં તેમની લીકર બનાવતી અનેક કંપનીઓ છે. સંયુક્ત પારિવારીક સહયોગથી તેમનો આ બિઝનેસ ચાલી રહ્યો છે.