અદભૂત ઈતિહાસ સાથે અડીખમ ઉભું છે "અયોધ્યા": જાણો રામજન્મભૂમી સાથે જોડાયેલા રોચક તથ્યો!

ત્રેતા યુગમાં આ શહેર મોટી જનસંખ્યાની સાથે એક સમૃદ્ધ અને સારી રીતે મજબૂત શહેર હતું. 

Share:

હાઈલાઇટ્સ

  • અયોધ્યાનો ઉલ્લેખ અથર્વવેદમાં પણ મળી આવે છે.
  • આ સિવાય જૈન પરંપરાઓનો દાવો છે કે પાંચ તિર્થંકરોનો જન્મ પણ અયોધ્યામાં જ થયો હતો

અયોધ્યા ભગવાન રામનું જન્મ સ્થળ છે. અયોધ્યા આધ્યાત્મિકતાના કુંડમાં ડુબકી લગાવવાનું એક મહત્વપૂર્ણ અને મહાન સ્થાન પણ છે. આમાં કેટલાય મંદિર છે અને આ પ્રાચીન ભારતના સૌથી પ્રતિષ્ઠિત શહેરો પૈકી એક છે. એક પ્રાચીન માન્યતા છે કે, આ શહેરનું નિર્માણ સ્વયં દેવતાઓએ કર્યું હતું. આ પવિત્ર સરયુ નદીના તટ પર આવેલું છે અને અયોધ્યા જિલ્લો અને અયોધ્યા મંડલનું મુખ્યાલય છે. 

ત્યારે આવો અયોધ્યા સાથે જોડાયેલા એવા તથ્યો વિશે જાણીએ કે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

અયોધ્યા વિશે 10 ઐતિહાસીક તથ્યો! 

  • વર્ષો પહેલા અયોધ્યાને સાકેત નામથી ઓળખાતું હતું કે જે ભારતનું એક પ્રાચીન શહેર છે. આ મહાન મહાકાવ્ય રામાયણ, ભગવાન રામના જન્મ અને તેમના પિતા દશરથના શાસન સાથે જોડાયેલું છે. એવી માન્યતા છે કે, ત્રેતા યુગમાં આ શહેર મોટી જનસંખ્યાની સાથે એક સમૃદ્ધ અને સારી રીતે મજબૂત શહેર હતું. 
  • પારંપરીક ઈતિહાસમાં અયોધ્યા કૌશલ રાજ્યની પ્રારંભિક રાજધાની હતી. કૌશલ દેશની રાજધાની પર ઈક્ષ્વાકુ, પૃથુ, માંધાતા, હરીશચંદ્ર, સાગર, ભગીરથ, રઘુ, દિલીપ, દશરથ અને રામ જેવા કેટલાય પ્રતિષ્ઠીત રાજાઓનું શાસન હતું. પાંચમી-છઠ્ઠી શતાબ્દી આસપાસ બૌદ્ધ કાળમાં ઈસ.પૂર્વે શ્રાવસ્તી રાજ્યનું મુખ્ય શહેર બની ગયું. કેટલાક વિદ્વાનો અનુસાર અયોધ્યા સાકેત શહેર સમાન છે, જેના વિશે કહેવાય છે કે બુદ્ધે થોડા સમય સુધી અહીંયા નિવાસ કર્યો હતો.
  • 11 મી અને 12 મી શતાબ્દી દરમિયાન અયોધ્યામાં કનૌજ સામ્રાજ્યનો ઉદય થયો. જેને તે સમયે અવધ કહેવામાં આવતું હતું. બાદમાં આ ક્ષેત્ર દિલ્હી સલ્તનત, જૌનપુર સામ્રાજ્ય અને 16 મી શતાબ્દીમાં મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ થઈ ગયું. આ પહેલા કાન્યકુંબજના નામથી પણ તે ઓળખાતું હતું. 
  • સરયુ નદી પર ઘાટોની લાંબી શ્રૃંખલાનું નિર્માણ 19 મી સદીના પહેલા ભાગમાં રાજા દર્શન સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. નદીના તટ પર સીતા-રામ અને નરસિંહને સમર્પિત એક સુંદર મંદિર છે. આ સિવાય આ સ્થાનની પવિત્રતાએ ચક્રહરી અને ગુપ્તહરીના મંદીરોને વધાર્યા છે. 
  • રઘુવંશના રાજા અને ભગવાન રામના પૂર્વજ ભગવાન મનુએ અયોધ્યાની સ્થાપના કરી હતી. આ વિગતો હિંદુ મહાકાવ્ય રામાયણમાં આપવામાં આવી છે. બાદમાં આ સૂર્યવંશી રાજવંશની રાજધાની બની ગયું જેના સૌથી પ્રસિદ્ધ રાજા ભગવાન રામ હતા. 
  • અયોધ્યાનો ઉલ્લેખ અથર્વવેદમાં પણ મળી આવે છે. આ સિવાય જૈન પરંપરાઓનો દાવો છે કે પાંચ તિર્થંકરોનો જન્મ પણ અયોધ્યામાં જ થયો હતો. 
  • ભગવાન રામની જન્મસ્થલી અયોધ્યા હિંદુઓના સાત સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થળો અને મોક્ષદાયિની સાત પુરીઓમાંથી એક માનવામાં આવે છે. 
  • અયોધ્યામાં દિવાળી, રામ નવમી મેળો, શ્રાવણનો મેળો, રામ લીલા, પરીક્રમા, અંતરગ્રહી પરીક્રમા, પંચકોશી પરીક્રમા, ચતુર્દશકોશી પરીક્રમા વગેરે ધામધુમથી મનાવવામાં આવે છે. 
  • અયોધ્યામાં રામકોટ, હનુમાન ગઢી, તુલસી સ્મારક ભવન, શ્રી નાગેશ્વરનાથ મંદિર, કનક ભવન, મણિ પર્વત, અને કોરીયાઈ પાર્ક સહિતની જગ્યાઓ એ ફરવા લાયક સ્થળો છે. 
Tags :