સુરત જિલ્લામાં વધુ એક ખૂની ખેલ ખેલાયો, ચપ્પુથી જાહેરમાં યુવકની હત્યા!

સુરત જિલ્લામાં વધુ એક ખૂની ખેલ ખેલાયો હતો. ઓલપાડમાં જમીન દલાલી સાથે જોડાયેલ એક યુવકની અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાના કોલર સુધી પહોંચવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા. 

Share:

સુરત જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી હતી. ઓલપાડ ટાઉનના પરા વિસ્તારમાં રહેતા અને જમીન દલાલી કરતા અંજર મલેક નામના યુવકની તેના ઘરની બાજુના ઘરમાં હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સુરત જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ હતી. સ્થળ પર પોલીસ તપાસ કરતા યુવકની હત્યા ચપ્પુના ઘા ઝીંકી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ યુવકના મૃતદેહ પાસેથી એક રિવોલ્વર પણ મળી આવી હતી. 

જુવાન જોધ દિકરાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા થતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. બનાવને પગલે હાલ SOG,LCB સહિતનો પોલીસ સ્ટાફ તપાસમાં લાગી ગયો છે. બનાવ સ્થળ નજીકથી સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. જેમાં મૃતક અંજર મલેક કાર લઈને આવી રહ્યો છે. અને બાદમાં પહેલાથી જ ઘરમાં હાજર હત્યારાઓ થોડીવાર પછી બાઈક લઇને ભાગતા હોવાનું માલુમ પડી રહ્યુ છે.

હાલ તો જમીન દલાલ અંજર મલિકની જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું અનુમાન લાગી રહ્યું છે. 

Tags :