આ વર્ષે સૈથી વધારે કયુ એપ ડિલીટ થયુ ખબર છે?

એક તરફ આખા વિશ્વમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામના હાથમાં અત્યારે મોબાઈલ ફોન જોવા મળે છે ત્યારે એ સમાચાર અત્યંત આશ્ચર્ય જન્માવનારુ છે કે Instagram અત્યારે પોતાના એકાઉન્ટ હોલ્ડરોને ગુમાવી રહ્યું છે.

Courtesy: hawke.capital

Share:

હાઈલાઇટ્સ

  • અન્ય કયા એપ માટે ડિલીટનો પ્રશ્ન પુછાયો? Snapchat                             1,28,500 Telegram                             71,700 Facebook                            49,000 Tiktok                                    24,900 Youtube                               12,500 Twitter – X                          12,300 WhatsApp                           4,950 WeChat                                2090

 

અમેરિકાની એક ટેક ફર્મ TRG ડેટા સેન્ટર દ્વારા બહરા પાડવામાં આવેલા એક અહેવાલ અનુસાર વર્ષ 2023માં દર મહિને ઓછામાં ઓછા 10 લાખ લોકોએ How to delete my Instagram account? સર્ચ કર્યું હતું. જેનો અર્થ એ થયો કે યુવાનો સહિત અનેક લોકો અત્યારે Instagram થી પોતાનો પીછો છોડાવી રહ્યાં છે.

એક તરફ આખા વિશ્વમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામના હાથમાં અત્યારે મોબાઈલ ફોન જોવા મળે છે ત્યારે એ સમાચાર અત્યંત આશ્ચર્ય જન્માવનારુ છે કે Instagram અત્યારે પોતાના એકાઉન્ટ હોલ્ડરોને ગુમાવી રહ્યું છે. છેલ્લા 12 મહિનાના આંકડાઓનું વિશ્લેષણ કરનાર ઉપરોક્ત સંસ્થા દ્વારા એવો અહેવાલ આપવામાં આવ્યો કે વર્ષ 2023ના દરેક માસમાં Instagram એકાઉન્ટને કેવી રીતે ડિલીટ કરી શકાય તેવો પ્રશ્ન ઓછામાં ઓછા 10 લાખ લોકોએ એક જ મહિનામાં પૂછ્યો હતો. જો કે કુલ આંક 10,20,000 યુઝર્સ જેટલો થાય છે.

TRG Datacentresના ચીફ ટેકનિકલ ઓફિસર ક્રિસ હિંકલે જણાવ્યું હતું કે, Instagramને ડિલીટ કરવા માટેની સર્ચ બતાવે છે કે ઈન્ટરનેટના યુઝર્સ હવે અન્ય જગ્યાઓ જઈ રહ્યાં છે. ભલે Instagram 200 કરોડ યુઝર્સ હોવાનો દાવો કરતું હોય પણ આ પ્લેટફોર્મનો જાહેરાતો માટે વધારે ઉપયોગ થવા લાગ્યો હોવના કારણે લોકો તેનાથી દૂર જઈ રહ્યાં છે.

અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો આવું જ ચાલતું રહ્યું તો એક સમયે સૈથી વધારે યુઝર્સ હોવાનો દાવો કરતા એપને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પણ તકલીફ પડશે.

આથી જ વિપરીત 2011માં શરૂ થયેલા Snapchat ને ધીરે લોકપ્રિયતા મળી રહી છે અને જનરેશન ઝીમાં તે અત્યંત પ્રિય થઈ રહ્યું છે. Snapchat માટે આશરે 1,30,000 લોકોએ પોતાનું એકાઉન્ટ ડિલીટ કરવા માટે સર્ચ કરી હતી. આ એપ અત્યારે આખા વિશ્વમાં 7500 લાખ લોકો વાપરે છે.