જમ્યા બાદ 300 પાર પહોંચી જાય છે બ્લડ સુગર? આ પાંચ કામ કરો થશે ફાયદો

ડાયાબિટીસના દર્દીઓ જમ્યા પહેલાં અને જમ્યા પછી પોતાના બ્લડ સુગરનું ચેકએપ કરવાનું રાખે. જમ્યા પછી બે કલાક પછી ફરી તપાસો. બ્લડ સુગર કાઉન્ટ અનને સમય લખી રાખો.

Share:

હાઈલાઇટ્સ

  • જમ્યા પછી બ્લડ સુગર લેવલ 300ને પહોંચી જાય છે?
  • જમ્યા પહેલાં અને જમ્યા પછી નીચે જણાવેલી બાબતો ધ્યાનમાં રાખો.
  • રાત્રે જમ્યા પછી ચાલવાનું ચોક્કસ રાખો, વધારાનો ગ્લુકોઝ બળી જશે.

ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે, તેમનું બ્લડ સુગરર લેવલ ખાલી પેટે તો વધેલું રહે છે, પણ જમ્યા પછી વધારે વધી જાય છે. જ્યારે બ્લડ સુગર લેવલ વધે ત્યારે દર્દીને આંખે ઝાંખુ દેખાવું, સમજવામાં અને વિચારવામાં મુશ્કેલી ઉભી થવી. શક્તિમાં ઘટાડો અને થાક લાગગવો, કમજોરી, ગભરાહટ, મૂડમાં ફેરફાર વગેરે લક્ષ્ણો અનુભવાય છે.  જો તમને પણ આવી બધી સમસ્યા રહેતી હોય તો તમારે તમારા સ્વાસ્થ્યની થોડી કાળજી રાખવાની જરુર છે. બેદરકારી રાખશો તો અન્ય સમસ્યાઓનો પણ સામનો કરવાનો વારો આવી શકે છે. તો બલ્ડ સુગર કંટ્રોલમાં રાખવા તમે નીચે જણાવેલા કેટલાંક તકેદારીના પગલાં લઈ શકો છો. 

કેટલું બ્લડ સુગર હોવું જોઈએ?

blood sugar
File Pic


કેટલાંક દર્દીઓને જમ્યા પછી બ્લડ સુગર લેવલ 300ને પાર પહોંચી જતુ હોય છે. એટલે જ્યારે તમે જમો ત્યારે બ્લડ સુગર લેવલ ચેક કરો. એ પછી જમ્યાના બે કલાક બાદ ફરીથી તપાસો. આ બંને વખતે સમય અને કાઉન્ટિંગ ક્યાંક નોંધી રાખો. તમે શું જમ્યા અને એની શું અસર થઈ એ પણ નોંધી રાખો. જેથી કરીને તમને ખ્યાલ આવશે કે કઈ ચીજવસ્તુ તમને નડતરરુપ છે. 

શું શું ખાવું?

blood sugar
File Pic


જો તમે મીઠાઈ, પાસ્તા, બટાટા, સફેદ બ્રેડ, ચોખા વગેરે જેવી ચીજવસ્તુઓનું સેવન કરતા હોવ તો તમારે ચેતી જવાની જરુર છે. આ બધી ચીજવસ્તુઓથી તમારું બ્લડ સુગર ચોક્કસથી વધી શકે છે. એટલે એ સારુ રહેશે કે તમે આવી કોઈ ચીજવસ્તુઓનું સેવન કરવાનું ટાળો. 

ફેટવાળા આહારને તરછોડો

 

blood sugar
File Pic


તમે જે પ્રકારના ફેટવાળો ખોરાક ખાવ છો એના આધારે જ તમારા બ્લડ સુગર લેવલને અસર થાય છે. જો તમે માખણવાળી ચીજવસ્તુઓ ન ખાતા હોવ તો ઓલિવ ઓઈલમાં બનાવેલો ખોરાક ખાશો તો તમારુ બ્લડ સુગર લેવલ વધવાથી બચાવી શકાશે. 

રોજ સવારે નાસ્તો કરો 

 

blood sugar
File PIc


કેટલાંક લોકો મોટી ભૂલ એ કરતા હોય છે કે તેઓ સવારે નાસ્તો કરવાનું ટાળે છે. નાસ્તો કરવાનું ક્યારે ન છોડો. ડાયાબિટીસના દર્દીઓ નાસ્તો ન કરે તો તેમનું લેવલ વધે એવી શક્યતા ભરપૂર છે. જેથી તમારો નાસ્તો પણ હેલ્ધી હોવો જોઈએ. 

શું ના ખાવું જોઈએ?

 

blood sugar
File Pic


તમારો નાસ્તો પ્રોટીનથી ભરપૂર હોવો જોઈએ. જર્નલ ન્યૂટ્રીશનમાં પ્રકાશિત એક રિસર્ચમાં સામે આવ્યું કે, નાસ્તામાં ઓછી કેલરી અને ભરપૂર પ્રોટીનવાળી ચીજવસ્તુ ખાવામાં આવે તો બ્લડ સુગર લેવલને વધતુ અટકાવી શકાય છે. તમારા માટે શું સારુ છે અને શું ખોટુ એ છે જાણવા માટે તમારા ડૉક્ટરનો પણ સંપર્ક કરો. 

રાત્રે જમીને ચાલો

 

blood sugar
File Pic


રાત્રે જમીને ચાલવાથી તમે લીધેલા ભોજનનો ગ્લુકોઝને બાળવામાં તે મદદરુપ કરશે. વધારાના ગ્લુકોઝને બાળવા માટે આ એક સરળ રસ્તો છે. સાથે જ આવું કરવાથી તમારું વજન પણ કંટ્રોલમાં રહે છે. (નોંધ-આ માત્ર એક સામાન્ય સલાહ છે. વધારે માહિતી માટે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.)