Daily Horoscope 7 january 2024: આજના રાશિફળથી જાણો કે કેવો રહેશે તમારો 2024નો પહેલો રવિવાર

Daily Horoscope: ગ્રહોની ચાલ દ્વારા રાશિફળનું અનુમાન કરવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. એના વિશે તમારા રાશિફળ મુજબ જાણી શકાય છે. આવો જાણીએ આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી.

Share:

હાઈલાઇટ્સ

  • તુલા રાશિના જાતકોના અટવાયેલા કામો પૂરા થઈ શકે છે.
  • મકર રાશિના જાતકોને વેપારમાં પ્રગતિના યોગ જોવા મળી રહ્યા છે
  • મીન રાશિના જાતકો બીજા પર વિશ્વાસ કરતા પહેલાં ચેતજો

Daily Horoscope: મિથુન અને કન્યા સહિત આ રાશિના જાતકોને આજે તેમનું નસીબ સાથ આપશે. તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે એ આપણે આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી જાણીશું. 

મેષ 
બિઝનેસમાં નવા કોન્ટ્રાક્ટ લાભદાયક રહેશે. સંતાનની ચિંતા રહેશે. નવી યોજના બનાવી શકો છો. ધન પ્રાપ્તિના સુગમ યોગ બની રહ્યા છે. વિવાદથી દૂર રહેજો. વાહન સુખ મળશે. 

વૃષભ
સમય હોવાથી જરુરી કામ પૂરા કરી શકશે. ધાર્મિક યાત્રા સંભવ છે. રાજકીય બાધા દૂર થઈ શકે છે. આજે દોડધામ વધારે રહેશે. રોકાણ કરવા માટે સમય યોગ્ય છે. કંઈ પણ બોલતા પહેલાં ચેતજો. 

મિથુન
દરેક પર જલ્દી વિશ્વાસ મૂકતા નહીં. પોતાના રાજ બીજાને કહેતા નહીં, મુસીબતમાં પડી શકો છો. જૂનો રોગ આજે ઉથલો મારી શકે છે. વાણી પર કાબૂ રાખજો. ઈજાથી નુકસાન થઈ શકે છે. જોખમ ખેડતા નહીં. 

કર્ક
લાંબા સમયથી ચાલી આવી રહેલી સમસ્યા દૂર થઈ શકે છે. ગૃહસ્થ સુખ મળી શકે છે. બહારના સહયોગથી કાર્યમાં સિદ્ધી મળશે. અજાણ્યા ભયથી ચિંતા વધશે. વેપાર ધંધામાં ફાયદો શક્ય છે. 

સિંહ
તમારુ ધાર્યુ ન થવાથી થોડી બેચેની અનુભવી શકો છો. તણાવ અને ચિંતામાં વધારો થઈ શકે છે. સંપતિના કામથી લાભ થશે. પ્રગતિનો રસ્તો સ્પષ્ટ થશે. મકાન બદલવાના યોગ દેખાઈ રહ્યા છે. 

કન્યા 
જે લોકો તમારા કામમાં અડચણ બનતા હતા તેઓ તમારા કામની પ્રશંસા કરશે. આજે સ્વાદિષ્ટ વ્યંજનો જમવામાં મળી શકે છે. રોકાણ અને યાત્રા સફળ રહેશે. બૌદ્ધીક કાર્યો સફળ રહેશે. 

તુલા 
તમારા વિવેકથી અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. આર્થિક પક્ષ મજબૂત છે. શારીરિક પીડા સંભવ છે. ચિંતા, તણાવ અને ભયનું વાતાવરણ રહેશે. આજે કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે. 

વૃશ્વિક 
સરકારી નોકરીનો જે પ્રયાસ કરી રહ્યા છો તેમાં સફળતા મળી શકે છે. ઘર અને બહારની જગ્યાએ તમારી પૂછપરછ થઈ શકે છે. રોકાણ કરવા માટે આ સમય સારો છે. ધન પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે. વિવાહ કરવા માગતા હોવ તો આજે સમસ્યા દૂર થઈ શકે છે. 

ધન
સમયસર પોતાનું કામ કરતા શીખી જજો. જીવનસાથીની ચિંતા રહેશે. આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. ધનલાભ થઈ શકે છે. રોકાણ કરવા માટે સમય સારો છે, પણ જોખમ ન લેતા. 

મકર 
વેપારમાં પ્રગતિના યોગ જોવા મળી રહ્યા છે. વેપાર ધંધા માટે કરવામાં આવેલી યાત્રા સારી રહેશે અને વિરોધીઓ સક્રીય રહેશે. ચિંતામાં વધારો થશે અને ન્યાયપક્ષ તમારો મજબૂત રહેશે. 

કુંભ
તમે ન ઈચ્છતા હોવ તો પણ બીજા માટે કામ કરવું પડશે. વિવાદ વગેરેથી તમને નુકસાન પહોંચી શકે છે. ખોટા ખર્ચ કરવાથી દૂર રહેજો. તણાવ અને ચિંતાનો માહોલ રહેશે. 

મીન 
તમે જે વિચારો છો એ તો કરતા નથી અને બીજાની વાતો પર વિશ્વાસ કરો છો. જેથી તમારા વિવેકથી કામ લેજો. ખોટા ખર્ચા વધી શકે છે. તણાવ અને ચિંતાનો માહોલ રહેશે.  

નોંધઃ આ તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીના આધારે છે. saurashtrakutch.com આ માન્યતાઓ અને જાણકારીઓની પુષ્ટિ કરતુ નથી. કોઈ પણ જાણકારીને અમલમાં લાવતા પહેલાં કોઈ વિશેષજ્ઞની ખાસ સલાહ લેજો.