Daily Horoscope 5 january 2024: મિથુન અને કર્ક સહિત આ રાશિના જાતકોએ આજે રહેવું પડશે સતર્ક

Daily Horoscope: ગ્રહોની ચાલ દ્વારા રાશિફળનું અનુમાન કરવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. એના વિશે તમારા રાશિફળ મુજબ જાણી શકાય છે. આવો જાણીએ આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી.

Share:

હાઈલાઇટ્સ

  • મિથુન રાશિના જાતકો તમારી ચિંતાના કારણએ બીજા પર ગુસ્સો કરતા નહીં
  • સિંહ રાશિએ પોતાની સંગત બદલવી પડશે એનાથી તમારું જીવન સુધરી જશે
  • તુલા રાશિના જાતકો સંતાનના લગ્ન કરવા માગતા હોવ તો ઉતાવળ કરતા નહીં

Daily Horoscope: મિથુન અને કર્ક સહિતની આ શિઓના જાતકોઓએ આજે સતર્ક રહેવું પડશે. તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે એ આપણે આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી જાણીશું. 

મેષ 
પારિવારીક કામોમાં દોડધામ રહેશે. સફળતાથી આત્મસન્માન વધશે. સંતાનના કારણે ચિંતામાં વધારો રહેશે. જે જગ્યાએ કામ કરો છો ત્યાં પ્રસન્નતા રહેશે. કોઈની સાથે વાત કરો તો મીઠી કરજો. 

વૃષભ
તમે જે વિચારો છો એ કરતા નથી. પહેલાં તમારી જાતને સ્થિર રાખો. નાની માનસિકતા સાથે તમે ક્યારેય આગળ વધી નહીં શકો. રોજગાર મેળવવા માગતા જાતકો માટે આજે પ્રયાસ કરી શકો છો. 

મિથુન
તમારી ચિંતાના કારણએ બીજા પર ગુસ્સો કરતા નહીં. સૌથી પહેલાં તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. કોઈ અજાણ્યા વિવાદો આવી પડશે તો એનાથી દૂર રહેજો. તમારા રિસર્ચમાં મુશ્કેલીઓ આવી શકે છે. 

કર્ક 
આજનો દિવસ અનુભવવાળો રહશે. જીવનસાથી સાથે મતભેદ ન થાય એનું ધ્યાન રાખજો. ઉધાર આપેલું આજે મળી શકે છે. રોજગારી મેળવવાનો આજે બેસ્ટ દિવસ છે.  કોઈની સાથે વિવાદમાં ઉતરતા નહીં. 

સિંહ
પોતાની સંગત બદલો એનાથી તમારું જીવન સુધરી જશે. પોતાની જાતને સાચી સાબિત કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. થોડો થાક લાગશે પણ તમે સક્ષમ છો. કામમાં થોડો સુધારો કરજો. 

કન્યા
દિવસની શરુઆત થોડી હેરાન કરશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. રોકાણ કરવાથી કે નોકરી બદલવાથી લાભ થશે. આંખોની પીડા સંભવ છેય ધર્મ અને કર્મમાં તમારું મન લાગશે. 

તુલા 
સંતાનના લગ્ન કરવા માગતા હોવ તો ઉતાવળ કરતા નહીં. એક ખોટો નિર્ણય તમારી જીંદગી બદલી શકે છે. જે કામમાં જોખમ હોય એને ટાળજો. આજે કોઈ કાર્યક્રમમાં જવાના યોગ છે. 

વૃશ્વિક 
જીવનસાથી સાથે આજે વિવાદ શક્ય છે. ઘરમાં પરિવારના સભ્યો સાથે બેસીને કોઈ સમસ્યાનો ઉકેલ લાવી શકશો. માંગલિક કાર્યોમાં જે મુશ્કેલી આવી રહી છે તે દૂર થશે અને પછી લાભ થશે. 

ધન
સંતાનની ઈચ્છા પૂરી કરવી એ સારી વાત છે પણ એમની જીદ યોગ્ય હોય તો જ પૂરી કરજો. તમારી નિર્ણય શક્તિ ખૂબ જ ઓછી છે. એના કારણે આજે તમે પાછળ રહી શકો છો. 

મકર 
બીજાની મજબૂરી સમજો અને તેમને મદદ કરો. જો તમે ગુસ્સો કર્યો તો આખો દિવસ ખરાબ જઈ શકે છે.  પિતા સાથે મતભેદ સમાપ્ત થશે. નવા વેપારમાં સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ જ રોકાણ કરજો. 

કુંભ
કોઈ ચોંકાવનારા સમચાર મળી શકે છે. તમારી ઈચ્છા મુજબની નોકરી મેળવવા માટે વધારે પ્રયાસો કરવા પડશે. તમારી વાણી પર કાબૂ રાખજો. બીજા પાસે અપેક્ષા રાખતા નહીં. 

મીન 
વેપાર કરતા હોવ તો મહેનત કરવી પડશે પણ લાભ ઓછો થશે. તમારા વિરોધીઓ સક્રિય રહેશે, જેઓ તમારા કામ બગાડી શકે છે. તમારી સમજદારીથી તમે ધન લાભ મેળવી શકશો.  

નોંધઃ આ તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીના આધારે છે. saurashtrakutch.com આ માન્યતાઓ અને જાણકારીઓની પુષ્ટિ કરતુ નથી. કોઈ પણ જાણકારીને અમલમાં લાવતા પહેલાં કોઈ વિશેષજ્ઞની ખાસ સલાહ લેજો.