Daily Horoscope 4 january 2024: વૃષભ અને મિથુન સહિત 6 રાશિઓના જાતકોનો સૂર્ય ચમકશે

Daily Horoscope: ગ્રહોની ચાલ દ્વારા રાશિફળનું અનુમાન કરવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. એના વિશે તમારા રાશિફળ મુજબ જાણી શકાય છે. આવો જાણીએ આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી.

Share:

હાઈલાઇટ્સ

  • મકર રાશિને સંતાન દ્વારા કરવામાં આવેલા કામથી તમને આનંદ મળશે
  • કન્યા રાશિના જાતકોને વેપારમાં ફાયદો થઈ શકે છે
  • વૃશ્વિક રાશિના જાતકોએ ગુસ્સા પર કાબૂ રાખવો પડશે

Daily Horoscope: વૃષભ અને મિથુન સહિત 6 રાશિઓના જાતકોનો સૂર્ય ચમકવા જઈ રહ્યો છે. તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે એ આપણે આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી જાણીશું. 

મેષ 
અજાણ્યા લોકો સાથે સંબંધ બંધાશે. જીવનશૈલીમાં પરિવર્તનથી લોકો આશ્ચર્યમાં મૂકાશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. ભવિષ્ય પ્રત્યે તમને ભય રહેશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળી શકે.

વૃષભ
તમારી સમજદારીથી કામ કરજો. યશ પ્રાપ્તિના યોગ છે. વેપારમાં તમારી કાર્યપ્રાણી સુધરશે. નવી યોજનાઓ બનશે. રોકાણ કરવાથી ફાયદો થશે. સંગત સારી રાખજો નહીં તો નુકસાન થશે. 

મિથુન
કેટલાંક દિવસોથી રોકાયેલા કામ આજે પૂરા થશે. તમારા વ્યવહારને નરમ રાખજો. પિતાની ચિંતા રહેશે. યાત્રા સફળ રહેશે. સામાજીક કાર્યોમાં રુચિ વધશે. રાજકીય અડચણો દૂર થશે. 

કર્ક 
તમારી વાણી વર્તન અને વાકચાતુર્યથી નોકરીની જગ્યાએ બધાના મન જીતી શકશો. જીવનસાથીની ચિંતા રહેશે. રોકાણ કરતા ચેતજો. આજે તમારા દિલને દુઃખ પહોંચી શકે છે. એટલે ધૈર્ય રાખજો. 

સિંહ 
અપમાનિત થાવ એના કરતા સારુ છે કે તમે તમારી આદત સુધારો. વેપારમાં લાભ મળી શકે છે. પ્રેમ પ્રસંગમાં ચેતજો, નહીં તો વળાંક આવી શકે છે. રાજકીય સહયોગ મળશે. 

કન્યા 
વેપારમાં તમને સફળતા મળશે. ઉત્સાહ વધશે અને સુખના સાધનો મળશે. તમારા દુશ્મનો આજે હારી જશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે પણ યાત્રા સુખદ રહેશે. 

તુલા 
કોઈના વિશે વધારે પડતું વિચારતા નહીં. ઉતાવળ તો જરાય કરતા નહીં, કામ બગડી શકે છે. સારા સમાચાર મળશે અને આત્મસન્માન વધશે. આજે રોકાણ કરવાથી તમને લાભ શક્ય છે. 

વૃશ્વિક 
જો તમે ગુસ્સો રાખ્યો તો તમારું કામ બગડી શકે છે. આજે રાજકીય ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. ભયનું વાતાવરણ આજે તમારી આસપાસ રહેશે. 

ધન
વેપાર-ધંધામાં પ્રગતિ થશે. સૌને સાથે લઈને ચાલવું પડશે. આર્થિક સંકટ પણ આવી શકે છે. અચાનક મોટા ખર્ચ સામે આવી શકે છે. દેવું પણ થઈ શકે છે. કુસંગત તમને નુકસાન પહોંચાડી શકે છે 

મકર 
સંતાન દ્વારા કરવામાં આવેલા કામથી તમને આનંદ મળશે. ઘરમાંથી પણ સુખ શાંતિ મળશે. જે ઉધાર આપેલા રુપિયા છે તે આજે મળી શકે છે. યાત્રા સફળ રહેશે, પણ મહેનત વધારે કરવી પડશે. 

કુંભ 
ભાગીદારીમાં કરવામાં આવેલા કામમાં સફળતા મળશે. ધન લાભ થતો રહેશે. નવું મકાન કે દુકાન ખરીદવાના યોગ છે. ધર્મ અને કર્મમાં તમારું મન ચોંટશે. સારા સમાચાર મળશે. 

મીન
સુખ-સુવિધાના સાધનો પર તમારા ખર્ચ થશે. પત્નીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. પરિવારના સભ્યોની વાત માનજો, એનાથી લાભ થશે. ઘરની સાફ સફાઈ કરવામાં સમય પસાર થશે. 

નોંધઃ આ તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીના આધારે છે. saurashtrakutch.com આ માન્યતાઓ અને જાણકારીઓની પુષ્ટિ કરતુ નથી. કોઈ પણ જાણકારીને અમલમાં લાવતા પહેલાં કોઈ વિશેષજ્ઞની ખાસ સલાહ લેજો.