Daily Horoscope 31 December 2023: આજના રાશિફળથી જાણો તમારા માટે કેવો રહેશે વર્ષનો છેલ્લો દિવસ

Daily Horoscope: ગ્રહોની ચાલ દ્વારા રાશિફળનું અનુમાન કરવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. એના વિશે તમારા રાશિફળ મુજબ જાણી શકાય છે. આવો જાણીએ આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી.

Share:

હાઈલાઇટ્સ

  • સિંહ રાશિના જાતકોને કાયદાકીય અડચળ આવી શકે
  • ધન રાશિના લોકો પરેશાન રહી શકે છે
  • મકર રાશિના લોકો અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરતા ચેતજો

Daily Horoscope: મિથુન, કર્ક અને સિંહ સહિત તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે એ આપણે આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી જાણીશું. 
 
મેષ 
નોકરીની જગ્યાએ આવી રહેલી સમસ્યાઓ માટે વાસ્તુ અનુરુપ પરિવર્તન કરો, આનાથી તમને તરત લાભ થશે. હવાઈ યાત્રાના યોગ બની રહ્યા છે. પરોપકારના કામોમાં સામેલ થશો. 

વૃષભ
સારી ઉન્નતિ માટે તમારે વ્યવહાર અને કાર્યપ્રણાલીમાં ફેરફાર કરવો પડશે. એક સમયે એક જ કામ કરો. અધિકારી વર્ગ પ્રભાવિત થશે. વિદ્યૃત ઉપકરણ ખરીદી શકો છો. 
        
મિથુન
ગ્રહોની સ્થિતિ આજે તમારા માટે અનૂકુળ છે. આજના દિવસે તમારા કામમાં ઝડપ આવશે. મન પ્રસન્ન રહેશે. પ્રેમ પ્રસંગમાં સફળતા મળી શકે છે. પારીવારીક સહયોગ મળશે. સમય રહેતા જરુરી કામો પૂરાં કરી લેજો. 

કર્ક 
તમારી સફળતા પાછળ તમારી મહેનતથી સાથે કેટલાંક લોકોની પ્રાર્થના પણ છે. સ્વાસ્થ્ય પાછળ રુપિયા ખર્ચ થઈ શકે છે. પારીવારીક આયોજનથી દૂરતા ઘટી શકે છે. શત્રુવર્ગ સક્રીય રહેશે. 

સિંહ 
આજે કોઈ કાયદાકીય અડચળ આવી શકે છે. કોઈ વાતની બેચેની રહેશે. તેલના વેપારીઓ આજે વધારે ફાયદો કમાઈ શકશે. વિદેશ જવાના યોગ છે. નવો વેપાર શરુ કરી શકો છો. 

કન્યા
જીવન ખૂબ જ નાનુ છે. સમય જતા તમારી ભૂલો સુધારી લેજો. કેટલાંક દિવસોથી અટવાયેલા કામોનું નિરાકરણ આવી શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. 

તુલા
ચિંતાને બાજુએ મૂકી દો, એ તમારા માટે સારુ રહેશે. ખોટા વિચારો પડતા મૂકો. તમે ચતુરાઈપૂર્વકથી કામ પાર પાડી શકશો. તમારા દુશ્મન તમને  નુકસાન પહોંચાડી શકે છે. હનુમાનજીની પૂજાથી લાભ થશે. 

વૃશ્વિક 
પાડોશીઓ સાથે આજે વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો કરવો હોય તો ડોક્ટર બદલવો પડશે. મોજમસ્તીમાં ધન ખર્ચ થઈ શકે છે. ઉપહાર મળી શકે છે. લોકોનો સંપર્ક પણ વધશે. વાહન સુખ સંભવ છે. 

ધન
સમયની સ્થિરતાથી પરેશાન રહી શકો છો. પરિવારમાં આવેલી સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. રંગમંચ સાથે સંકળાયેલા જાતકોનું માન વધશે. કામ કરવાની જગ્યાએ વાતાવરણ સારુ રહેશે. ધન પ્રાપ્તિના યોગ છે. 

મકર 
કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. આજે પણ કામ પૂરા નહીં થાય. ખાવા પીવા પર નિયંત્રણ રાખજો. આકસ્મિક આવી પડેલા ખર્ચાથી બજેટ વધી શકે છે. કોઈની સાથે વિવાદ થઈ શકે છે. 

કુંભ
જો તમે કોઈ વેપાર ધંધો કરતા હોવ તો આજે તેમાં સારી એવી પ્રગતિ થઈ શકે છે. કામોમાં જે મુશ્કેલી આવી રહી છે તેમાંથી પાર પડશો. વાસણના વેપારીઓ માટે સમય સારો છે. પરોપકાર બની શકો છો. 

મીન 
થોડી ધીરજ રાખજો, નહીં તો ઉતાવળમાં નુકસાન આવી શકે છે. કાયદાકીય કામોમાં અટવાયેલા રહેશો. સામાન્ય વાત પર વિવાદ વકરી શકે છે. ભાઈ-બહેનો સાથે સમય પસાર કરી શકશો. 

નોંધઃ આ તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીના આધારે છે. saurashtrakutch.com આ માન્યતાઓ અને જાણકારીઓની પુષ્ટિ કરતુ નથી. કોઈ પણ જાણકારીને અમલમાં લાવતા પહેલાં કોઈ વિશેષજ્ઞની ખાસ સલાહ લેજો.